HomeBusiness News - Rightખાંડના ભાવમાં ઉછાળા વચ્ચે સરકારે જુલાઈ માટેનું ક્વોટા યથાવત રાખ્યું...!!!

ખાંડના ભાવમાં ઉછાળા વચ્ચે સરકારે જુલાઈ માટેનું ક્વોટા યથાવત રાખ્યું…!!!

જુલાઈ મહિના માટે ખાંડનું સ્થાનિક વિતરણ ગયા વર્ષના સ્તર પર જ રાખવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. ફૂડ મિનિસ્ટ્રી દ્વારા જુલાઈમાં સ્થાનિક વેચાણ માટે ૨૨ લાખ ટન ખાંડ ફાળવવામાં આવી છે, જે ગયા વર્ષના સમાન મહિનાના સ્તર મુજબ જ છે. જોકે, વર્તમાન સીઝન માટેનું સંચિત ક્વોટા ગયા વર્ષની સરખામણીએ ૩ ટકા ઓછો રહ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

રિટેલ માર્કેટમાં ખાંડના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ભાવ ₹૪૬ થી વધીને ₹૫૦ પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. ભારતભરમાં સરેરાશ રિટેલ ભાવ ₹૪૭ પ્રતિ કિલો છે. વહોલસેલ માર્કેટમાં પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે, જે ગયા વર્ષે ₹૪,૩૧૭.૬૩ હતો તેની સામે હવે ₹૪,૩૬૩.૬૮ પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

જુલાઈના ઓર્ડર મુજબ, ઉત્તર પ્રદેશના મિલોને ૮.૨૩ લાખ ટન ખાંડ ફાળવવામાં આવી છે, જેમાં ગયા વર્ષ કરતા ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેની સામે મહારાષ્ટ્રમાં ૮.૫ ટકાનો ઉછાળો નોંધાયો છે અને કર્ણાટકમાં ૩૧ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ મુખ્ય ત્રણ રાજ્યો ભારતનું ૭૫-૮૦ ટકા ઉત્પાદન કરે છે.

ભાવિ દિશા :

સરકારે ખાંડની નિકાસ પર સપ્ટેમ્બરના અંત સુધી પ્રતિબંધ મૂક્યો છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સીઝનમાં પણ નિકાસની શક્યતા નહિવત છે. સરકારની પ્રાથમિકતા સ્થાનિક ઉપલબ્ધતા અને ઇથેનોલ ઉત્પાદન માટે પુરવઠો પૂરો પાડવાની છે. જો ઉત્પાદનમાં મોટો વધારો નહીં થાય, તો નિકાસની પરવાનગી મળવી મુશ્કેલ છે.

Spread the love

Most Popular