વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં તેજી યથાવત રહી છે, જ્યાં એક જ દિવસે રૂ.૧૩,૪૦૦ કરોડથી વધુનું ફંડ રેઇઝિંગ નોંધાયું છે. ફિક્સ્ડ-ઈનકમ માર્કેટમાં ઉછાળો અને યીલ્ડમાં ઘટાડો થવાથી ઇશ્યુઅર્સે ઝડપથી ફંડ રેઇઝિંગ શરૂ કર્યું છે.
SIDBI દ્વારા રૂ.૬,૦૦૦ કરોડના પાંચ વર્ષના બોન્ડ, REC દ્વારા રૂ.૪,૦૦૦ કરોડના દસ વર્ષના બોન્ડ અને HUDCO દ્વારા રૂ.૨,૧૪૦ કરોડના ત્રણ વર્ષના બોન્ડ ૭.૨૩% થી ૭.૪૬% વચ્ચે પ્રાઇસ થયા છે. સાથે જ NIIF તરફથી થયેલા ઇશ્યુ બાદ દિવસનું કુલ ફંડ રેઇઝિંગ તાજેતરમાં સૌથી મજબૂત ગણાયું છે.
બોન્ડ પ્રાઇસમાં વધેલા ઉછાળાએ યીલ્ડ ઘટાડ્યા છે, જેના કારણે ઇશ્યુઅર્સ માટે અનુકૂળ માહોલ છે. RBI ની સહાયરૂપ નીતિઓ, વિદેશી રોકાણની અપેક્ષા, કરન્સીમાં સ્થિરતા અને ક્રૂડના નરમ લેવલ્સ માર્કેટ સેન્ટિમેન્ટ મજબૂત કરે છે.
બજારના મુખ્ય પરિબળો :
• ફિક્સ્ડ-ઈનકમ માર્કેટમાં સકારાત્મક વલણ યથાવત છે.
• ત્રણથી દસ વર્ષની અવધિના બોન્ડમાં મજબૂત માંગ રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
• યીલ્ડનો ઘટાડો ઇશ્યુઅર્સ માટે લાભદાયક છે.
• NBFC, હાઉસિંગ ફાઇનાન્સ, PSU તેમજ મોટા કોર્પોરેટ્સની પસંદગીયુક્ત ભાગીદારી વધી રહી છે.
કંપની વિશે :
માર્કેટ નિષ્ણાતો માને છે કે તાજેતરનાં ફંડ રેઇઝિંગથી સ્પષ્ટ થાય છે કે બોન્ડ માર્કેટનું સેન્ટિમેન્ટ બુલિશ બાયસ તરફ આગળ વધી રહ્યું છે. RockFort Fincap ના વેન્કટાકૃષ્ણન શ્રીનિવાસનનું કહેવું છે કે યીલ્ડ ઘટતા અને લિક્વિડિટી સુધરતાં ઇશ્યુઅર્સ હવે ઝડપી ફંડ રેઇઝિંગની તક લઈ રહ્યા છે.
આગામી દિવસોમાં Tata Capital Housing Finance, Bajaj Finance, Mahindra & Mahindra Financial Services અને Cholamandalam Investment જેવા મોટા NBFC ગ્રૂપના નવા ઇશ્યૂન્સ બજારમાં આવી શકે છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બોન્ડ માર્કેટ રેન્જ બાઉન્ડ પરંતુ બુલિશ બાયસ સાથે રહી શકે છે. જો યીલ્ડ વધુ નીચે જાય તો ઇશ્યુઅર્સની ભાગીદારી વધવાની શક્યતા છે. ક્રૂડ, કરન્સી અને RBI ની ગાઇડન્સ બોન્ડ માર્કેટની દિશા નક્કી કરશે.





