HomeBusiness News - Leftટ્રમ્પ–ઇરાન શાંતિ સંદેશા પછી ક્રૂડ ઓઈલ ફ્યુચર્સમાં તેજ ઘટાડો...!!!

ટ્રમ્પ–ઇરાન શાંતિ સંદેશા પછી ક્રૂડ ઓઈલ ફ્યુચર્સમાં તેજ ઘટાડો…!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઈલ ફ્યુચર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઇરાન સાથેના શાંતિ કરારની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં તેજ ધોવાણ નોંધાયું છે.

બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સ સવારે અંદાજે ૪.૬૫ ટકા ઘટીને ૮૩.૨૭ ડોલર અને ડબલ્યુટીઆઈ ફ્યુચર્સ ૫.૧૦ ટકા ઘટીને ૮૦.૫૫ ડોલર પર ટ્રેડ થયા હતા. સ્થાનિક એમસીએક્સ પર પણ જૂન કરાર ૫.૪૬ ટકા ઘટીને ૭૬૩૨ રૂપિયા અને જુલાઈ કરાર ૫.૩૦ ટકા ઘટીને ૭૫૪૬ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર જણાવ્યું કે હોર્મુઝની ખાડી “સંપૂર્ણ રીતે ખુલ્લી” છે અને નેવલ બ્લોકેડ દૂર કરવામાં આવી છે, જેને કારણે વૈશ્વિક સપ્લાય જોખમમાં ઘટાડાની ધારણા વધુ મજબૂત बनी છે.

આ સાથે નેચરલ ગેસ ફ્યુચર્સમાં મર્યાદિત ઘટાડો નોંધાયો છે, જ્યારે જીઆરા અને ધાણા ફ્યુચર્સમાં ઉછાળો યથાવત રહ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

– ટ્રમ્પ–ઇરાન વચ્ચેના શાંતિ સંદેશાને કારણે જીઓપોલિટિકલ તણાવમાં ઘટાડો થયો છે.
– હોર્મુઝની ખાડી ખુલતા વૈશ્વિક સપ્લાયમાં સુધારાની સંભાવના ઊભી થઈ છે.
– તણાવ ઘટવાથી ક્રૂડ ઓઈલમાં બેરિશ બાયસ મજબૂત બન્યો છે.
– વૈશ્વિક ટ્રેડર્સ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ક્રૂડના ભાવમાં ઘટાડો પેટ્રોકેમિકલ, પેઈન્ટ્સ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે મર્યાદિત સકારાત્મક અસર લાવી શકે છે. જ્યારે અપસ્ટ્રીમ ઓઈલ ઉત્પાદક કંપનીઓ માટે ટૂંકા ગાળામાં દબાણ યથાવત રહેવાની શક્યતા છે. કોમોડિટી માર્કેટમાં મસાલા સેગમેન્ટમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં જીઆરા અને ધાણા ફ્યુચર્સ મજબૂત રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ ફ્યુચર્સમાં મહત્વના સપોર્ટ લેવલ નજીક ટ્રેડ થઈ રહ્યા છે. સપોર્ટ લેવલ તૂટશે તો વધુ ઘટાડાની શક્યતા રહેશે, જ્યારે ઉપરની તરફ કોઈ ઉછાળો આવશે તો તેમાં નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે. એમસીએક્સ પર ક્રૂડ ફ્યુચર્સમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે અને રેઝિસ્ટન્સ નજીક મજબૂત ક્લોઝિંગ જરૂરી રહેશે.

રોકાણ રણનીતિ :

– ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી યોગ્ય રહેશે.
– ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય રહેશે.
– ઉછાળે નફારૂપી વેચવાલી કરવી સમજદારીપૂર્ણ રહેશે.
– ક્રૂડ સેગમેન્ટમાં પોઝિશન હળવી રાખવી અને સાવચેતી સાથે કારોબાર કરવો.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે, કારણ કે શાંતિ કરાર અંગેની વધુ સ્પષ્ટતા આગામી ૬૦ દિવસની સીઝફાયર અવધિ દરમિયાન બહાર આવશે. વૈશ્વિક સપ્લાયની વાસ્તવિક પરિસ્થિતિ અને ટ્રેડર્સની પોઝિશન મુજબ ક્રૂડના ભાવમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular