HomeBusiness News - Leftભારતીય બોન્ડ માર્કેટમાં ધીમો વલણ અને ક્રૂડના ઉછાળે સાવચેતીનો માહોલ...!!!

ભારતીય બોન્ડ માર્કેટમાં ધીમો વલણ અને ક્રૂડના ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય બોન્ડ બજારમાં માંગ યથાવત ન રહી અને વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવને કારણે સાવચેતીનો માહોલ નોંધાયો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવથી બ્રેન્ટ ક્રૂડમાં ઉછાળો જોવા મળતાં ભારત જેવા મોટા આયાતકાર દેશો પર દબાણ વધ્યું છે.

અમેરિકા દ્વારા ઇરાન પર તાજેતરના હુમલાઓ બાદ બ્રેન્ટ ક્રૂડ ૧.૬ ટકા ઉછળીને ૯૪.૫૫ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું. ક્રૂડના વધતા ભાવનો સીધો પ્રભાવ ભારતીય બોન્ડ યિલ્ડમાં જોવા મળ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

• વિદેશી બેન્કોએ એક સેશનમાં અંદાજે ૪,૩૭૬ કરોડ રૂપિયાના બોન્ડ વેચતાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું.
• બેન્ચમાર્ક ૨૦૩૬ બોન્ડની યિલ્ડ ૬.૯૪૩૦ ટકા આસપાસ સ્થિર રહી, જ્યારે પ્રારંભિક સેશનમાં તે ૬.૯૫૫૧ ટકા સુધી વધી હતી.
• ક્રૂડના ઉછાળા સાથે જ ડોલર સામે રૂપિયા ૦.૪૩ ટકા ઘટી ૯૫.૬૭૨૫ સ્તરે પહોંચ્યો, જેના કારણે મેક્રો દબાણ યથાવત રહ્યું.

ઇરાન–અમેરિકા તણાવ યથાવત રહે તો આયાતખર્ચ વધવાથી મોંઘવારી અને વૃદ્ધિ પર અસર થવાની ચિંતા વધી છે. રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા વિદેશી મૂડીપ્રવાહ સુધારવા પગલા લેવામાં આવ્યા છે, પરંતુ સ્થિરતા માટે હજી રાહ જોવાઈ રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

બોન્ડ યિલ્ડમાં વોલેટિલિટી ચાલુ રહી છે. યિલ્ડ ઉપરની તરફ રેઝિસ્ટન્સ નજીક અટકતી જોવા મળી રહી છે, જ્યારે નીચેની તરફ સપોર્ટ લેવલ ટકાવું અગત્યનું રહેશે. મધ્યમ અવધિમાં બજારમાં બેરિશ બાયસ થોડો મર્યાદિત રહી શકે છે, કારણ કે વિદેશી પ્રવાહ સુધરે તો યિલ્ડમાં ઘટાડો શક્ય બને.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી યોગ્ય રહેશે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી સાથે સાવચેતી જાળવવી.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવો જરૂરી છે.
• ક્રૂડના ભાવ અને વૈશ્વિક સંકેતો પર સતત નજર રાખવી.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. અમેરિકન પગલાં અને ઇરાનની પ્રતિક્રિયા નક્કી કરશે કે ક્રૂડમાં વધુ ઉછાળો આવશે કે નહીં. મોંઘવારી ૫.૧ ટકા સુધી રહેવાની અને વૃદ્ધિ ૬.૬ ટકા સુધી ધીમી થવાની રિઝર્વ બેન્કની અંદાજને જોતા બોન્ડ બજારમાં સાવચેતીનું વલણ યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular