HomeBusiness News - Leftઆરબીઆઈ દ્વારા બેન્કોને રિસ્ક આધારિત ઇન્ટરનલ ઓડિટ અપનાવવાનો સંકેત…...!!!

આરબીઆઈ દ્વારા બેન્કોને રિસ્ક આધારિત ઇન્ટરનલ ઓડિટ અપનાવવાનો સંકેત……!!!

આરબીઆઈ દ્વારા બેન્કોને રિસ્ક આધારિત ઇન્ટરનલ ઓડિટ (RBIA) અપનાવવાના સંકેતો આપ્યા બાદ બેન્કિંગ સેક્ટરમાં ગવર્નન્સ અને કોમ્પ્લાયન્સ માપદંડોની ચર્ચા તેજ થઈ છે. વર્તમાન કારોબારી સેશનમાં આ સૂચનાને લઈને સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે, કારણ કે રિસ્ક મેનેજમેન્ટના સુધારાથી બેન્કિંગ સિસ્ટમ પર વ્યાપક અસર થઈ શકે છે.

આ RBIA મોડેલ અંતર્ગત બેન્કોને ઉચ્ચ રિસ્ક ધરાવતા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવી પડશે અને આંતરિક નિયંત્રણોની અસરકારકતા વધારવી ફરજિયાત રહેશે.

બજારના મુખ્ય પરિબળો :

આરબીઆઈના ડ્રાફ્ટ મુજબ બેન્કિંગ સિસ્ટમમાં રિસ્કની ઓળખ, મોનિટરિંગ અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓ વધુ મજબૂત રીતે અમલમાં આવશે. ઉચ્ચ રિસ્ક ધરાવતા વિભાગોમાં વ્યાપક ઓડિટ અને નીચા રિસ્કવાળા વિભાગોમાં મર્યાદિત ઓડિટ સાથે સમયાંતરે સર્વેલન્સ કરવાની યોજના છે. આ માટે આરબીઆઈએ જાહેર અને સ્ટેકહોલ્ડર્સ પાસેથી સૂચનો ૯ જુલાઈ સુધી માંગી છે.

ઇન્ટરનલ ઓડિટ સાથે આરબીઆઈએ Quality Assurance and Improvement Program (QAIP) અમલમાં મૂકવાની સુચના આપી છે જેથી ઓડિટની ગુણવત્તા સતત સુધરે. સાથે જ GCRO અને GCCOની નિયુક્તિ દ્વારા ગ્રુપ સ્તરે રિસ્ક મેનેજમેન્ટ વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ પણ છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

બેન્કિંગ સેક્ટરમાં હાલ સાવચેતીના સંકેતો વચ્ચે મર્યાદિત પોઝિશન લેવાઈ રહી છે. આરબીઆઈના નવા નિયમોની અસર ખાસ કરીને મધ્યમ તથા નાના કદની બેન્કોમાં વધારે દેખાઈ શકે છે. ખાનગી તથા સરકારી બેન્કોને રિસ્ક મેનેજમેન્ટ અને કોમ્પ્લાયન્સ વિભાગમાં વધારાના સંસાધનો ઉપલબ્ધ કરાવવા પડશે, જે ટૂંકા ગાળામાં ઓપરેશનલ ખર્ચમાં વધારો કરી શકે છે.

પસંદગીયુક્ત બેન્કિંગ શેરોમાં ધોવાણ દેખાઈ શકે છે કારણ કે રોકાણકારો નવા નિયમોના અમલના બંધારણને તોળી રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

બેન્કિંગ સેક્ટરના ચાર્ટ મુજબ હાલ રેન્જ બાઉન્ડ ચાલ જોવા મળી રહી છે. રેગ્યુલેટરી અનિશ્ચિતતા વચ્ચે બેન્કિંગ ઇન્ડેક્સ માટે ઉપરની તરફ રેઝિસ્ટન્સ યથાવત છે. આરબીઆઈના નવા નિયમોના અમલ બાદ બજારમાં વોલેટિલિટી વધવાની શક્યતા છે. જો સપોર્ટ લેવલ તૂટે તો ટૂંકા ગાળામાં ઘટાડો નકારી શકાય નહીં.

રોકાણ રણનીતિ :

હાલ બેન્કિંગ સેક્ટરમાં સાવચેતી પૂર્વક પોઝિશન લેવી યોગ્ય છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની નીતિ અનુકૂળ રહી શકે છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપલોસ જાળવવો જરૂરી છે જેથી સંભવિત જોખમ ઓછું રહે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં આરબીઆઈના અંતિમ માર્ગદર્શિકા અને જાહેર પ્રતિસાદના આધારે બજારની દિશા નક્કી થશે. બેન્કિંગ સેક્ટરમાં RBIA લાગુ થવાથી ગવર્નન્સ સુધરશે, પરંતું ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular