HomeBusiness News - Leftઓપેન્ડોર દ્વારા ભારત ઑપરેશન્સનો સંપૂર્ણ શટડાઉન, ચેન્નાઇ-બેંગલુરુમાં મોટા પાયે છટણી...!!!

ઓપેન્ડોર દ્વારા ભારત ઑપરેશન્સનો સંપૂર્ણ શટડાઉન, ચેન્નાઇ-બેંગલુરુમાં મોટા પાયે છટણી…!!!

અમેરિકા આધારિત રિયલ એસ્ટેટ ટેક કંપની ઓપેન્ડોરે ભારતમાં પોતાની તમામ ઑપરેશન્સ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO કાઝ નેજાતિયાએ કર્મચારીઓને મોકલેલા નોટિસમાં જણાવ્યું કે ‘ઓપેન્ડોર ૨.૦’ મોડેલ અંતર્ગત AI પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે ભારતની ટીમને રિલોકેટ અથવા વાઇન્ડ-ડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.

કંપનીએ ચેન્નાઇ અને બેંગલુરુમાં કાર્યરત લગભગ ૨૫૦ કર્મચારીઓને રિલીઝ કર્યા છે. કેટલાક ટીમ સભ્યો ટૂંકા સમય માટે યથાવત રહેશે જેથી મુખ્ય કાર્યના ટ્રાન્ઝિશનને સરળ બનાવવામાં મદદ મળે.

કંપની વિશે :

ઓપેન્ડોર અમેરિકામાં ઘર ખરીદ-વેચાણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે જાણીતી છે. છેલ્લા બે વર્ષમાં કંપની સતત workforce ઘટાડો કરતી આવી છે. જાહેર ફાઇલિંગ મુજબ ૨૦૨૫ ના અંતે કંપની પાસે વૈશ્વિક સ્તરે માત્ર ૧,૦૪૨ કર્મચારીઓ રહ્યા હતા, જયારે અગાઉ આ આંકડો ૧,૪૭૦ હતો. આથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ કર્મચારી ઘટાડો યથાવત રહ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં ટેક ક્ષેત્રમાં workforce રિસ્ટ્રક્ચરિંગની પ્રવૃત્તિ યથાવત રહી છે, જેના કારણે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખર્ચ ઘટાડવા, કામગીરીને મુખ્ય ભૂગોળ નજીક લાવવા અને AI આધારિત ઓપરેશનલ મોડલ તરફ પરિવર્તનને કારણે કેટલાક IT-સર્વિસ આધારિત ખેલાડીઓમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે.

ઓપેન્ડોરે જણાવ્યું છે કે તેના મોટા ભાગના ગ્રાહકો અમેરિકા સ્થિત હોવાથી મુખ્ય કામગીરીને ત્યાંથી સંભાળવી વધુ અસરકારક રહેશે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ટેક કંપનીઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કર્મચારી ઘટાડો અને કાર્ય એકીકરણની પ્રવૃત્તિ યથાવત રહી છે. મર્યાદિત ભરતી અને પસંદગીયુક્ત ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત થતું દેખાઈ રહ્યું છે. રિયલ એસ્ટેટ ટેક સેગમેન્ટમાં પણ વોલેટિલિટી વધી રહી છે, જેના કારણે ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે સાવચેતી જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ટેક અને રિયલ એસ્ટેટ ટેક ક્ષેત્ર રેન્જ બાઉન્ડ રહી શકે છે. ખર્ચ નિયંત્રણ, ઓટોમેશન અને AI આધારિત પ્રોસેસ તરફ વધતા ઝુકાવને કારણે workforce માળખામાં વધુ ઘટાડો અથવા ફેરફારની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ મજબૂત બિઝનેસ મોડેલ ધરાવતી કંપનીઓ લાંબા ગાળે ક્વોલિટી પોઝિશન જાળવી શકે છે.

Spread the love

Most Popular