વર્તમાન કારોબારી સેશનમાં આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી બેઠકમાંથી અપેક્ષિત રીતે રેપો રેટ ૫.૨૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. વૈશ્વિક જિઓ-પોલિટિકલ પરિસ્થિતિ, ઊંચા ક્રૂડ ઓઈલ ભાવ અને મહેસૂલી દબાણને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૬.૬ ટકા કર્યો છે, જ્યારે સીઆઈપીઆઈ મોંઘવારીનો અંદાજ વધારીને ૫.૧ ટકા પર લાવ્યો છે. સાથે જ ડોલર પ્રવાહ વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત પણ કરવામાં આવી છે.
બજારના મુખ્ય પરિબળો :
• આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર ન આવતા વ્યાજદરની વોલેટિલિટી યથાવત રહી શકે છે.
• ક્રૂડના ઊંચા ભાવ અને વેસ્ટ એશિયા ક્ષેત્રમાં તણાવને કારણે મોંઘવારી જોખમમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
• આરબીઆઈએ એફએઆર હેઠળ ૧૫, ૩૦ અને ૪૦ વર્ષના નવા જીસેકનો સમાવેશ કર્યા બાદ ડોલર ફ્લો તરફ સહકાર મળી રહ્યો છે.
• જાહેર ક્ષેત્રની સંસ્થાઓ માટે ઈસીબી માર્ગ સરળ બનાવવા કન્સેશનલ સ્વેપ સુવિધા સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી જાળવાશે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ આરબીઆઈની નીતિમાં રેપો રેટ યથાવત રાખવાના નિર્ણય પછી બજાર રેન્જ બાઉન્ડ વલણમાં રહી શકે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ વચ્ચે માર્કેટ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે. રેઝિસ્ટન્સ નજીકના લેવલ્સ પર મજબૂત ક્લોઝિંગ આવશ્યક રહેશે જ્યારે સપોર્ટ લેવલ તૂટે તો વોલેટિલિટી વધવાની શક્યતા છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
• જાહેર ક્ષેત્રની બેન્કો માટે આરબીઆઈની એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે હેજિંગનો ખર્ચ પૂર્ણતઃ આરબીઆઈ ઉઠાવશે.
• નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કમ્પનીયો માટે આરબીઆઈ ટૂંક સમયમાં અપપર લેયર એનબીએફસી યાદી અપડેટ કરશે, જે રોકાણકારોની નજરમાં રહેશે.
• ડોલર પ્રવાહ વધતા ફિક્સ ઈન્કમ માર્કેટમાં મર્યાદિત બુલિશ બાયસ જોવા મળી રહ્યો છે.
રોકાણ રણનીતિ :
• વર્તમાન નીતિ સાવધ અને ડેટા આધારિત હોવાથી સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી આવશ્યક છે.
• ઉછાળે નફારૂપી વેચવાલી અપનાવવી યોગ્ય રહેશે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી ક્વોલિટીના સેક્ટર્સમાં જ કરવી યોગ્ય છે.
• વોલેટિલિટી વધવાની શક્યતા હોવાથી હાઈ-બીટા સેગમેન્ટમાં સાવચેતી જરૂરી રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં બજાર “ન્યુટ્રલ ટુ નેગેટિવ” વલણ સાથે રેન્જ બાઉન્ડ રહી શકે છે. આરબીઆઈના નવા પગલાંઓથી ડોલર પ્રવાહ મજબૂત થવાની અપેક્ષા છે, પરંતુ મોંઘવારી દબાણ અને ઊંચા ક્રૂડના ભાવ બજાર માટે મુખ્ય પરિબળ રહેશે.






