વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય રૂપિયામાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે સરકારે એફઆઈઆઈ અને બીઆઈએસ માટે જી-સેક પર લાગુ કેપીટલ ગેન્સ ટેક્સ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ઊર્જા ભાવ અને જિઓપોલિટિકલ અસરમાં રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી દબાણમાં હતો, પરંતુ નવા નિર્ણયોથી હવે સ્થિરતા જોવા મળી રહી છે.
સરકારના નિર્ણય બાદ રૂપિયો ૯૫.૭૪ ના અગાઉના ક્લોઝિંગથી મજબૂત થઈ ૯૫.૨૪ સ્તર સુધી પહોંચ્યો, એટલે કે દિવસે લગભગ ૫૦ પૈસાનો ઉછાળો નોંધાયો હતો.
બજારના મુખ્ય પરિબળો :
• એફઆઈઆઈ માટે જી-સેક પર કેપીટલ ગેન્સ ટેક્સ સંપૂર્ણપણે રદ્દ કરાયો છે.
• વ્યાજ આવક પર લાગતો withholding ટેક્સ હવે રાહત હેઠળ આવશે.
• વૈશ્વિક સ્તરે ઊંચા ક્રૂડ પ્રાઇસને કારણે દબાણ યથાવત છે.
• એફઆઈઆઈ તરફથી અગાઉ ભારે વેચવાલી જોવા મળતા રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો.
આ પરિબળો વચ્ચે આજે બજારમાં વોલેટિલિટી યથાવત રહી, પરંતુ સરકારના મોટા ટેક્સ રાહત નિર્ણયોએ સાવચેતીનો માહોલ થોડીક હદે હળવો કર્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ રૂપિયા ડોલર સામેના મુખ્ય સપોર્ટ લેવલ નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. આજના સેશનમાં ત્યાંથી મજબૂત રિબાઉન્ડ નોંધાયો છે. જો આજનું ક્લોઝિંગ મજબૂત રહે, તો આગામી દિવસોમાં બુલિશ બાયસ વિકસિત થવાની શક્યતા છે. જોકે, જિઓપોલિટિકલ અનિશ્ચિતતા અને ક્રૂડ પ્રાઇસમાં વોલેટિલિટી યથાવત હોવાથી સાવચેતી અવશ્ય રાખવી જોઈએ.
સેક્ટર દૃષ્ટિકોણ :
આજના સેશનમાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેગમેન્ટમાં મર્યાદિત ખરીદી નોંધાઈ, કારણકે એફઆઈઆઈ ફ્લોઝ વધવાની અપેક્ષા છે. આયાત આધારિત સેક્ટરોમાં પસંદગીયુક્ત ધોવાણ યથાવત રહ્યું છે, કેમકે રૂપિયામાં વોલેટિલિટી હજી પણ ઊંચી છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી યોગ્ય રહેશે.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ સાથે ટ્રેડ પર ધ્યાન રાખવું.
• વૈશ્વિક સમાચાર અને ક્રૂડ પ્રાઇસની દિશા પર નજીકથી નજર રાખવાની જરૂર છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે. સરકાર અને આરબીઆઈના તાજેતરના પગલાંઓ રૂપિયાને મધ્યગાળામાં મજબૂત આધાર આપી શકે છે. જો એફઆઈઆઈ ફ્લોઝમાં વધારો જોવા મળે, તો આગળ વધારાનો ઉછાળો મળવાની શક્યતા વધશે.






