HomeBusiness News - Leftયુએસ–ઇરાન તણાવ વચ્ચે આરબીઆઈ દ્વારા ૧૨ અબજ ડોલરના સોનાના રિઝર્વ વેચાણની સંભાવના…...!!!

યુએસ–ઇરાન તણાવ વચ્ચે આરબીઆઈ દ્વારા ૧૨ અબજ ડોલરના સોનાના રિઝર્વ વેચાણની સંભાવના……!!!

વર્તમાન કારોબારી સેશનમાં જીઓપોલિટિકલ તણાવ તથા ખાસ કરીને યુએસ–ઇરાન સંઘર્ષના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થામાં સાવચેતીનો માહોલ છવાયેલો દેખાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આરબીઆઈ દ્વારા વિદેશી ચલણ રિઝર્વ મજબૂત રાખવા માટે સોનાના રિઝર્વમાં ઘટાડો કર્યાની સંભાવના ઉદ્યોગ રિપોર્ટ્સમાં વ્યક્ત થઈ છે.

બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના મૂલ્યાંકન મુજબ મે ૨૨ સુધીના અંતરાલમાં આરબીઆઈએ અંદાજે ૧૨ અબજ ડોલરના સોનાના રિઝર્વ વેચ્યા હોવાનું અનુમાન છે, જ્યારે આ જ સમયમાં લગભગ ૭.૫ અબજ ડોલરના વિદેશી ચલણ એસેટ્સમાં વધારો નોંધાયો હોય એવી માહિતી મળી છે.

સોનાની આયાત પર વધારો છતાં રિઝર્વમાં ઘટાડો નોંધાવાનું મુખ્ય કારણ જીઓપોલિટિકલ દબાણ અને રૂપી પર વધતું દબાણ માનવામાં આવી રહ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

મધ્ય પૂર્વમાં ચાલતા તણાવના કારણે કાચા તેલના ભાવોમાં ઉછાળો યથાવત રહ્યો છે, જે ભારતના કરંટ એકાઉન્ટ ખાડા પર દબાણ વધારી રહ્યો છે. વધતા તેલના ભાવ અને મૂડીના બહાર જતા પ્રવાહને કારણે વિદેશી ચલણ રિઝર્વ મજબૂત રાખવાની જરૂરિયાત વધી છે. આ પરિસ્થિતિમાં આરબીઆઈ દ્વારા સોનાની વેચવાલી કરીને લિક્વિડ ફોરેક્સ રિઝર્વ મજબૂત કરવાના પ્રયાસો થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઉપરાંત, સ્ટ્રેટ ઑફ હૉર્મુઝ વિસ્તારમાં શિપિંગ માર્ગોમાં અવરોધને કારણે વૈશ્વિક કોમોડિટી વોલેટિલિટી વધુ ઊંડી બની રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ડૉલરના મજબૂતાવાના સંકેત યથાવત છે, જ્યારે રૂપીના સ્તર પર બેરિશ બાયસ યથાવત રહ્યો છે. જો ડૉલર ઈન્ડેક્સમાં વધુ ઉછાળો નોંધાશે તો રૂપી પર વધુ ઘટાડાનો દબાણ રહી શકે છે. હાલમાં રૂપી આશરે ૯૫ના નજીક ટ્રેડ થઈ રહી છે, જે ફોરેક્સ બજારમાં વધતી વોલેટિલિટીનું પ્રતિબિંબ છે.

રૂપી માટે નીચલો સપોર્ટ લેવલ તૂટે તો ઘટાડો વધુ ઊંડો બની શકે, જ્યારે ઉપરના રેઝિસ્ટન્સ ઝોનને પાર કરવા માટે મજબૂત મૂડી પ્રવાહ આવશ્યક રહેશે.

રોકાણ રણનીતિ :

જીઓપોલિટિકલ તણાવ ચાલુ રહેતાં સાવચેતી રાખવી જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે યોગ્ય બની શકે છે. ફોરેક્સ તથા કોમોડિટી માર્કેટમાં કડક સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં આરબીઆઈ દ્વારા કરન્સી માર્કેટમાં મર્યાદિત હસ્તક્ષેપની શક્યતા છે. જો કાચા તેલના ભાવોમાં મર્યાદિત સ્થિરતા આવી શકે તો ફોરેક્સ બજારમાં વોલેટિલિટી ઘટી શકે છે. આરબીઆઈના ગવર્નર દ્વારા વ્યાજદર વધારવા અને વિદેશી મૂડી પ્રવાહ વધારવા માટેના વિકલ્પો પર વિચારણા ચાલુ હોવાનું જણાય છે.

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ વલણ સાથે સાવચેતીનો માહોલ જાળવી શકે છે.

Spread the love

Most Popular