27.05.2026
નિફ્ટી ફ્યુચરમાં 23808 પોઈન્ટ મહત્વની સપાટી..!!
વર્તમાન ટ્રેડ :- 23911 પોઈન્ટ આસપાસ
આગામી ટ્રેન્ડ :- અસ્થિરતા વચ્ચે દરેક ઉછાળે વેચવાલી…!!
ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે એફઆઈઆઈ (FIIs) ની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DIIs) ની સતત ખરીદી અને વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળે છે.
વૈશ્વિક અને સ્થાનિક સપોર્ટ :-
વૈશ્વિક બજારોની અસ્થિરતાની અસર એશિયન બજારો પર છે, પરંતુ જો વૈશ્વિક સ્તરે ફરી રિકવરી આવશે તો સ્થાનિક બજાર આવતીકાલે ફરી ગેપ-અપ ઓપનિંગ આપી શકે છે હાલનાં સંજોગો જોતાં માત્ર ડોમેસ્ટિક ફંડ્સ બજારને ઘટાડે સપોર્ટ આપી રહ્યા છે.
મેક ઓર બ્રેક ઝોન :-
જ્યાં સુધી નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ મહત્વપૂર્ણ સપોર્ટ લાઇન 24008 પોઇન્ટની ઉપર ટ્રેડ કરશે, ત્યાં સુધી ટૂંકા ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ ગણાશે અને ઘટાડે ખરીદી (Buy on Dips) જોવા મળશે એ નક્કી…!!!
નિર્ણાયક ટેકનિકલ લેવલ્સ :
અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) :
વૈશ્વિક પરિબળોના કારણે બજાર ખુલતામાં જો પોઝિટિવ મોમેન્ટમ બને તો નિફ્ટી ફ્યુચર ઝડપથી 24008 થી 24088 પોઈન્ટની સપાટી ક્રોસ કરી શકે છે અને ત્યાં મુખ્ય અવરોધ અને સપ્લાય ઝોન 24088 પોઈન્ટ આસપાસ પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા નકારી ના શકાય.
ડાઉનસાઇડ સપોર્ટ :-
બજારમાં શરૂઆતી પ્રોફિટ બુકિંગ કે વૈશ્વિક દબાણ આવશે ત્યારે પ્રથમ સપોર્ટ 23880 / 23808 પોઈન્ટ નજીક સપાટીએ ટ્રેડ થવાની શક્યતા છે, બજાર માટે સૌથી મજબૂત અને નિર્ણાયક સપોર્ટ 23808 પોઇન્ટનો રહેશે જે બ્રેક થતાં ખરીદનારને ભારે વેચવાલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
સ્ટ્રિક્ટ સ્ટોપલોસ :-
લોંગ પોઝિશન લેનાર ટ્રેડર્સ માટે 23808 પોઈન્ટનો ચુસ્ત સ્ટોપલોસ ક્લોઝિંગ બેઝ પર રાખવો અનિવાર્ય છે. ઉપલા મથાળે ખાસ કરીને 24088 પોઇન્ટ નજીક આંશિક નફો બુક કરવો ડહાપણભર્યું રહેશે.
Ravi Bhatt
SEBI Regd Number INH000012591
Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com






