May 21, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 21, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeUncategorizedવૈશ્વિક અસ્થિરતા વચ્ચે નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટ મહત્વની સપાટી..!!

વૈશ્વિક અસ્થિરતા વચ્ચે નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટ મહત્વની સપાટી..!!

21.05.2026

વૈશ્વિક અસ્થિરતા વચ્ચે નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટ મહત્વની સપાટી..!!

વર્તમાન ટ્રેન્ડ: અસ્થિરતા વચ્ચે સાવચેતીભર્યો (Mixed to Bullish)

મુખ્ય સેક્ટર્સ: ફાર્મા, બેન્કિંગ અને આઈટી,

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલી વધ-ઘટ વચ્ચે આવતીકાલ શુક્રવારે ટ્રેડિંગ સત્ર ટ્રેડર્સ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. એફઆઈઆઈ (FIIs) ની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DIIs) ની સતત ખરીદી અને વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં સાવચેતી સાથે નીચલા સ્તરેથી ખરીદીનો માહોલ છે.

વૈશ્વિક અને સ્થાનિક સપોર્ટ :- અમેરિકી બજારોની અસ્થિરતાની અસર એશિયન બજારો પર છે, પરંતુ જો વૈશ્વિક સ્તરે રાત્રે રિકવરી આવશે તો સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનિંગ આપી શકે છે. કોર્પોરેટ પરિણામોની સીઝન વચ્ચે ડોમેસ્ટિક ફંડ્સ બજારને નીચે અટકાવી રહ્યા છે.

મેક ઓર બ્રેક ઝોન :- જ્યાં સુધી ઇન્ડેક્સ મહત્વપૂર્ણ સપોર્ટ લાઇનની ઉપર ટ્રેડ કરશે, ત્યાં સુધી ટૂંકા ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ ગણાશે અને ઘટે ત્યારે ખરીદી (Buy on Dips) જોવા મળશે.

નિર્ણાયક ટેકનિકલ લેવલ્સ : 

અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) : વૈશ્વિક પરિબળોના કારણે જો સવારથી પોઝિટિવ મોમેન્ટમ બને તો નિફ્ટી ફ્યુચર ઝડપથી 23707 થી 23770 ની સપાટી ક્રોસ કરી શકે છે. મુખ્ય અવરોધ અને સપ્લાય ઝોન 23808 પોઈન્ટના સ્તરે ભારે પ્રોફિટ બુકિંગ આવી શકે છે.

ડાઉનસાઇડ સપોર્ટ :- શરૂઆતમાં પ્રોફિટ બુકિંગ કે વૈશ્વિક દબાણ આવે તો પ્રથમ સપોર્ટ 23570 પોઈન્ટ નજીક સપાટીએ ટ્રેડ થવાની શક્યતા છે, બજાર માટે સૌથી મજબૂત અને નિર્ણાયક સપોર્ટ 23505 નો રહેશે જે બ્રેક થતાં ખરીદનારને ભારે વેચવાલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

ટ્રેડિંગ વ્યૂ :- બાય ઓન ડીપ્સ :- બજાર ઘટીને જો 23505 કે 23434 ની નજીક સ્થિરતા દર્શાવે, તો નાના સ્ટોપલોસ સાથે નવી ખરીદીની ઉત્તમ તક બનશે.

સ્ટ્રિક્ટ સ્ટોપલોસ :- લોંગ પોઝિશન માટે 23404 પોઈન્ટનો ચુસ્ત સ્ટોપલોસ ક્લોઝિંગ બેઝ પર રાખવો અનિવાર્ય છે. ઉપલા મથાળે (ખાસ કરીને 23808 ની નજીક) આંશિક નફો બુક કરવો ડહાપણભર્યું રહેશે.

Ravi Bhatt
SEBI Regd Number INH000012591

Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com

Spread the love

Most Popular