May 24, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 24, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftરુપી અને CAD પર નજર, યુએસ સાથેના વેપાર ચર્ચા યથાવત આગળ વધે...

રુપી અને CAD પર નજર, યુએસ સાથેના વેપાર ચર્ચા યથાવત આગળ વધે છે… ગોયલનો વિશ્વાસ કે ભારત જીતશે……!!!

વર્તમાન કારોબારી સેશનમાં રુપીમાં દેખાયેલા ઘટાડા, કરંટ અકાઉન્ટ ડેફિસિટ (CAD)ના વધારા અને યુએસ સાથે ચાલી રહેલી વેપાર ચર્ચાઓને લઈને બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સંબંધિત તમામ વિભાગો સંકલનપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને ભારત આ પરિસ્થિતિમાંથી મજબૂત રીતે બહાર આવશે.

બજારના મુખ્ય પરિબળો :

રુપીના મૂલ્યમાં ઘટાડો અને વૈશ્વિક વોલેટિલિટીને કારણે બજારમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે. આરબીઆઇ દ્વારા જાહેર થયેલા તાજેતરના આંકડાઓ મુજબ ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં CAD રૂ. ૧૩.૨ અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જે ગયા વર્ષના સરખામણીએ વધારે છે. યુએસ તરફ નિકાસમાં ઘટાડો થતાં ટ્રેડ ડેફિસિટમાં વધારો નોંધાયો છે. તેમ છતાં એપ્રીલ–ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન કુલ CAD મર્યાદિત સ્તરે જ રહ્યો છે.

સરકાર તરફથી ગેરજરૂરી આયાત ઘટાડવા માટે કોઈ તરત પગલાંની જાહેરાત નથી, પરંતુ નાગરિકોને આયાત આધારિત ઉત્પાદનો પર મર્યાદિત ખર્ચ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પિયુષ ગોયલે કહ્યું કે દેશના નાગરિકો આ અપીલને અનુસરતા હોવાથી સ્થિતિ પર નિયંત્રણ જાળવવામાં મદદ મળી રહી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

યુએસમાંથી મળી રહેલી રોકાણ પ્રતિબદ્ધતાઓ ખાસ કરીને ટેકનોલોજી સેક્ટરમાં સકારાત્મક વલણ દર્શાવે છે. એમેઝોન અને ગૂગલ દ્વારા ડેટા સેન્ટર ક્ષેત્રમાં નવા રોકાણના વાયદા થયા છે, જેના પરિણામે બજારમાં બુલિશ બાયસ યથાવત રહ્યો છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા કારણેજ IT અને ફાઇનાન્સિયલ શેરોમાં મર્યાદિત ધોવાણ જોવા મળી રહ્યું છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

વૈશ્વિક કરન્સી માર્કેટમાં વોલેટિલિટીને કારણે રુપી માટે મજબૂત સપોર્ટ લેવલ નજીક છે. જો આ સપોર્ટ લેવલ તૂટે તો આગામી દિવસોમાં વધુ ઘટાડાનો દબાણ ઊભો થઈ શકે છે. બીજી તરફ, યુએસ–ભારત વચ્ચેની વેપાર ચર્ચા યથાવત આગળ વધે તો રેઝિસ્ટન્સ ઉપર બ્રેકઆઉટની શક્યતા પણ ઊભી થઈ શકે છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે, કારણ કે રુપીની સ્થિતિ, CADના આંકડા અને યુએસ સાથેની વેપાર ચર્ચાઓ—આ ત્રણે પરિબળો બજારમાં સાવચેતીનો માહોલ જાળવી રાખશે. સરકાર તરફથી મળેલા સંકેત મુજબ ૨૦૨૬ની બીજી છમાસિક દરમિયાન યોજાનારી ચર્ચાઓ સમયસર પૂર્ણ થશે અને બહુમતી મુદ્દાઓ પર સહમતિની શક્યતા છે.

Spread the love

Most Popular