May 20, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, May 20, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftભારત સામે બેલન્સ ઑફ પેમેન્ટ્સનું ‘લાઇવ સ્ટ્રેસ ટેસ્ટ’ પડકાર...!!!

ભારત સામે બેલન્સ ઑફ પેમેન્ટ્સનું ‘લાઇવ સ્ટ્રેસ ટેસ્ટ’ પડકાર…!!!

ભારત હાલમાં અનેક બાહ્ય દબાણો વચ્ચે બેલન્સ ઑફ પેમેન્ટ્સ માટે કઠિન તબક્કો અનુભવી રહ્યું છે. ઊંચા તેલ, સોનું અને ફર્ટિલાઇઝર ભાવ, સતત FPI વેચવાલી, નબળો રૂપિયા તથા મધ્યપૂર્વના જીઓપોલિટિકલ જોખમોએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનએ આ પરિસ્થિતિને ‘લાઇવ બેલન્સ ઑફ પેમેન્ટ્સ સ્ટ્રેસ ટેસ્ટ’ તરીકે વર્ણવી છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક કોમોડિટી ભાવોમાં ઉછાળો યથાવત રહ્યો છે. મધ્યપૂર્વના તણાવને કારણે તેલ ભાવ ઊંચા સ્તરે છે, જેના કારણે ઇમ્પોર્ટ બિલમાં વધારો થઈ રહ્યો છે. રૂપિયા છેલ્લા અઠવાડિયાઓમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યો છે, જે મોંઘવારીના દબાણમાં ઉમેરો કરી રહ્યો છે.

FPI દ્વારા પસંદગીયુક્ત નફારૂપી વેચવાલી યથાવત છે. વર્ષના પ્રારંભથી અંદાજે ૨૦ અબજ ડોલરથી વધુની આઉટફ્લો સામે આવી છે, જે કેપિટલ અકાઉન્ટ પર દબાણ વધારી રહી છે. બીજી તરફ, ઇમ્પોર્ટ ઊંચા સ્તરે છે અને એક્સપોર્ટ હેડવિન્ડ્સનો સામનો કરી રહ્યાં છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ રૂપિયામાં બેરિશ બાયસ યથાવત છે અને નજીકના સપોર્ટ લેવલ નબળા થઈ રહ્યાં છે. તેલ ભાવોમાં સતત ઉછાળે રેઝિસ્ટન્સ તૂટી રહ્યું છે, જે ટ્રેડ બેલન્સમાં બ્રેકડાઉન જેવી પરિસ્થિતિ સર્જી રહ્યું છે. CAD વધવાની શક્યતા સાથે બાહ્ય સ્થિરતા પર વધુ દબાણ ઊભું થઈ રહ્યું છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ઉચ્ચ ઇમ્પોર્ટ કોસ્ટવાળા સેક્ટર્સ – ખાસ કરીને તેલ-ગેસ, ફર્ટિલાઇઝર અને મેટલ્સ – દબાણ હેઠળ છે. ફાઈનાન્સિયલ અને IT સેક્ટરમાં વોલેટિલિટી વધતી જાય છે કારણ કે FPIનો ભાગ મોટો છે. મધ્યપૂર્વ આધારિત રેમિટન્સની મર્યાદિત આવક અનિશ્ચિતતા વધારી રહી છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનું વલણ યોગ્ય ગણાય છે. કડક સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી અનિવાર્ય છે. ક્વોલિટી સેક્ટર્સમાં મર્યાદિત તથા પસંદગીયુક્ત રોકાણ વ્યૂહાત્મક રીતે યોગ્ય રહેશે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં બેલન્સ ઑફ પેમેન્ટ્સ પર દબાણ યથાવત રહેવાની શક્યતા છે. CAD વધવાની ધારણા અને નબળો રૂપિયા રેન્જ બાઉન્ડ સ્થિતિ જાળવી શકે છે. મધ્યપૂર્વની પરિસ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી વોલેટિલિટી મજબૂત રહેવાની સંભાવના છે.

CEAના મત મુજબ, આ માત્ર ટૂંકાગાળાનો તણાવ નહીં પરંતુ રચનાત્મક પરિવર્તન છે, જેના કારણે ભારતને લાંબા ગાળે સાવચેતી સાથે વ્યૂહાત્મક સ્થિરતા જાળવવી પડશે.

Spread the love

Most Popular