May 20, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, May 20, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - LeftRBI દ્વારા બેંકો માટે વધુ વિગતવાર જોખમ અને મૂડી ખુલાસાની માંગ...!!!

RBI દ્વારા બેંકો માટે વધુ વિગતવાર જોખમ અને મૂડી ખુલાસાની માંગ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ સેક્ટર માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જ્યાં RBI દ્વારા બેઝલ ૩ હેઠળ ખુલાસાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે કારણ કે બેંકો માટે જોખમ અને મૂડી સંબંધિત માહિતી વધુ પારદર્શક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

RBIના જણાવ્યા મુજબ, બેંકોને હવે દરેક ત્રિમાસિક ગાળામાં મૂડી સ્થિતિ, લિક્વિડિટી, લેવરેજ અને જોખમ એક્સ્પોઝર સંબંધિત વિગતવાર માહિતી જાહેર કરવી રહેશે. આ ખુલાસાઓમાં CET૧ મૂડી, કુલ કેપિટલ રેશિયો, RWAs, LCR અને NSFR જેવી ગણતરીઓનો સમાવેશ ફરજીયાત રહેશે. સાથે સાથે, એક સમયગાળાથી બીજા સમયગાળામાં આ પરિમાણોમાં થયેલા બદલાવ અંગે સ્પષ્ટ વર્ણન આપવું પડશે. પસંદગીયુક્ત માહિતીને જ ખુલાસાથી બહાર રાખવાની છૂટ અપાઈ છે, પરંતુ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણ આવશ્યક રહેશે.

સેક્ટર દૃષ્ટિકોણ :

બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા થોડા સેશનથી વોલેટિલિટી યથાવત રહી છે. RBIના તાજેતરના પ્રસ્તાવ બાદ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી બેંકોમાં સાવચેતી જોવા મળે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે સેક્ટર રેન્જ બાઉન્ડ ચાલ દર્શાવી રહ્યું છે. વિશ્લેષકોના મત મુજબ પારદર્શિતા વધતા બેંકો પર રોકાણકાર વિશ્વાસ વધુ મજબૂત બની શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્કિંગ ઈન્ડેક્સમાં હાલમાં મર્યાદિત મૂવમેન્ટ જોવા મળી રહી છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ નજીક મજબૂત ક્લોઝિંગ આવશ્યક બનશે, જ્યારે નીચેની તરફ સપોર્ટ લેવલ જળવાયો ન રહે તો પસંદગીયુક્ત ધોવાણ શક્ય બને છે. RBIની ખુલાસા નીતિ અંગેની ચર્ચાઓને કારણે સેક્ટરમાં થોડી વોલેટિલિટી વધવાની શક્યતા છે.

રોકાણ રણનીતિ :

સાવચેતીના માહોલને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપલોસ સાથે પોઝિશન રાખવી યોગ્ય ગણાય છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ હાલ સૌથી અનુરૂપ માનવામાં આવી રહી છે. ક્વોલિટી બેંકિંગ શેરોમાં મર્યાદિત ખરીદી ચાલુ રહેવાની સંભાવના છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં RBIની પ્રસ્તાવિત માર્ગદર્શિકાઓ પર મળનારી ટિપ્પણીઓ બાદ આખરી ફ્રેમવર્ક સપ્ટેમ્બર ૨૦૨૬ના અંતિમ ત્રિમાસિકથી અમલમાં આવશે. આગામી સેશન્સમાં બજાર બેંકિંગ સેક્ટર વિષે “ન્યુટ્રલ ટુ પોઝિટિવ” વલણ સાથે રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular