May 20, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, May 20, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftકેટો મોટર્સનું રિવર્સ મર્જર બાદ બીએસઇ પર મજબૂત પ્રવેશ…...!!!

કેટો મોટર્સનું રિવર્સ મર્જર બાદ બીએસઇ પર મજબૂત પ્રવેશ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં કેટો મોટર્સે તાઝા ઇન્ટરનેશનલ સાથેના રિવર્સ મર્જર બાદ બીએસઇ પર લિસ્ટિંગ મેળવી મજબૂત ક્લોઝિંગ નોંધાવ્યું છે. શેરમાં અંદાજે ૫ ટકા ઉછાળો નોંધાઈ ₹૧૧૦.૨૩ પર ક્લોઝિંગ મળ્યું, જ્યારે ઓપનિંગ ₹૧૦૪.૯૯ પર થયું હતું.

કંપની વિશે :

હૈદરાબાદ સ્થિત કેટો મોટર્સ એક કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક છે, જે સુસ્‍તેનેબલ મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે કાર્યરત છે. રિવર્સ મર્જર બાદ તાઝા ઇન્ટરનેશનલ હવે કેટો મોટર્સ તરીકે ટ્રેડ થઈ રહી છે. એનસીએલટી હૈદરાબાદ બેન્ચે જૂન ૨૦૨૫ માં આ મર્જરને મંજૂરી આપી હતી. સ્વેપ રેશિયો મુજબ કેટો મોટર્સના શેરહોલ્ડર્સને દરેક ૨ શેર સામે તાઝા ઇન્ટરનેશનલના ૩ શેર મળ્યા છે.

મર્જર બાદ નવા પ્રોમોટર્સને ૫.૬૦ કરોડ શેર એલોટ થયા છે, જેના પરિણામે કુલ હિસ્સેદારી ૯૨.૪૯ ટકા થઈ છે.

બજારના મુખ્ય પરિબળો :

કંપનીએ જણાવ્યું છે કે તે પોતાના ₹૩૦૦ કરોડના ઇલેક્ટ્રિક બસ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને ઝડપી ગતિએ આગળ ધપાવી રહી છે. સાથોસાથ અર્બન મોબિલિટી માટે ‘અર્બનოვა KE૯’ ૯ મીટર ઇલેક્ટ્રિક બસ પ્લેટફોર્મનું કમર્શિયલ રોલઆઉટ આગામી દિવસોમાં શક્ય છે. ટ્રોન એનર્જી ટેકનોલોજી સાથેની ટેકનિકલ ભાગીદારી કંપનીની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ઇલેક્ટ્રિક કોમર્શિયલ મોબિલિટી સેગમેન્ટમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ્સ, ફ્લીટ ઓપરેટર્સ અને અર્બન મોબિલિટી નેટવર્ક્સ તરફથી ઇલેક્ટ્રિક વાહનોની માંગ યથાવત રહી છે. કંપની આ વધતી માંગને પહોંચી વળવા માટે પોતાનું પોઝિશન મજબૂત કરી રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

લિસ્ટિંગના દિવસે જ શેરે ૫ ટકા સર્કિટ હિટ કરતા વોલેટિલિટી યથાવત રહી. ટેકનિકલ ચાર્ટ મુજબ ઉપરની તરફ રેઝિસ્ટન્સ ₹૧૧૦–₹૧૧૫ ઝોનમાં છે, જ્યારે નીચેની તરફ ₹૧૦૦ નજીકનું સપોર્ટ લેવલ મહત્વપૂર્ણ ગણાશે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો પ્રવાહ ચાલુ રહી શકે છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં શેર રેન્જ બાઉન્ડ મૂવમાં રહી શકે છે. કંપનીના નવા પ્રોજેક્ટ્સ, ઇલેક્ટ્રિક બસ લોન્ચિંગ અને ઓર્ડરબુક અંગેની અપડેટ્સ શેરના વલણને નક્કી કરશે. લાંબા ગાળાના રોકાણકારો માટે કંપનીના બિઝનેસ મોડલ અને ક્વોલિટી પોઝિશનિંગ પર ધ્યાન રાખવું યોગ્ય રહેશે.

Spread the love

Most Popular