May 17, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 17, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightક્રૂડ ઓઈલમાં ઉછાળો : હોર્મઝ તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં સાવચેતીનો માહોલ યથાવત...!!!

ક્રૂડ ઓઈલમાં ઉછાળો : હોર્મઝ તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં સાવચેતીનો માહોલ યથાવત…!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવોમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. હોર્મઝ વિસ્તારમાં વધતા તણાવ, જીઓપોલિટિકલ અનિશ્ચિતતા અને સપ્લાય અંગેની ચિંતાઓને કારણે ઉછાળો યથાવત રહ્યો છે. અમેરિકી નેતૃત્વ તરફથી ઈરાન વિષે આપેલા તીખા નિવેદનો બાદ બજારમાં સાવચેતીનો માહોલ વધુ ઘેરો બન્યો છે.

બ્રેન્ટ ક્રૂડ ૧.૨૫% ઉછળીને ૧૦૭ ડોલર નજીક પહોંચ્યું, જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડમાં પણ ૧%થી વધુ ઉછાળો નોંધાયો છે. સાપ્તાહિક ધોરણે બંને બેન્ચમાર્કમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

હોર્મઝ સ્ટ્રેઈટમાં તણાવ યથાવત રહ્યો છે, જ્યાં સામાન્ય પરિસ્થિતિમાં વૈશ્વિક ક્રૂડ સપ્લાયનો આશરે એક-પાંચમો હિસ્સો પસાર થાય છે. ઈરાન તરફથી ૩૦ જેટલા જહાજ પસાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે યુદ્ધ પહેલાંના દરરોજના આશરે ૧૪૦ જહાજોની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

અમેરિકા અને ચીન વચ્ચેની ચર્ચાઓ દરમિયાન આ માર્ગ ખુલ્લો રહે તે જરૂરી હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે, છતાં પણ સપ્લાય સંબંધિત ચિંતાઓ યથાવત રહી છે. સાથે જ યુએઈ નજીકથી એક જહાજને કબ્જે લેવામાં આવ્યાના અહેવાલો અને ભારતીય કાર્ગો જહાજ ડૂબી જવાના સમાચારથી ચિંતાનો માહોલ વધુ ગાઢ થયો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ક્રૂડ ઓઈલમાં બુલિશ બાયસ યથાવત રહ્યો છે. ઉપરની તરફ ૧૦૮–૧૦૯ ડોલરનો રેઝિસ્ટન્સ ઝોન મહત્વનો છે. મજબૂત ક્લોઝિંગ મળે તો આગળના તબક્કામાં વધુ બ્રેકઆઉટ શક્ય બને. નીચેની દિશામાં ૧૦૨ ડોલરનો સપોર્ટ લેવલ મહત્વનો ગણાય છે. આ લેવલ તૂટે તો મર્યાદિત ઘટાડો શક્ય છે, પરંતુ તણાવને કારણે હાલ ડાઉનસાઈડ મર્યાદિત દેખાય છે.

રોકાણ રણનીતિ :

વધતી વોલેટિલિટી વચ્ચે ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવો અનિવાર્ય છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ હાલમાં સુસંગત રહી શકે છે. જીઓપોલિટિકલ સંજોગો અનિશ્ચિત રહેતા ટ્રેડર્સ માટે પોઝિશનનું સાઈઝિંગ મર્યાદિત રાખવું યોગ્ય રહેશે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ પરંતુ બુલિશ બાયસ સાથે રહી શકે છે. હોર્મઝ વિસ્તારની પરિસ્થિતિ અને અમેરિકા–ઈરાન નિવેદનો બજારની દિશાને નક્કી કરશે. વૈશ્વિક સપ્લાય ટાઈટ રહેવાની ધારણાઓ યથાવત રહે તો ક્રૂડના ભાવમાં મજબૂત વલણ ચાલુ રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular