વર્તમાન કારોબારી સેશનમાં મુથૂટ ફાઇનાન્સે ક્વાર્ટર ૪ માટેના મજબૂત પરિણામો જાહેર કરતાં રોકાણકારોમાં સાવચેતી વચ્ચે મર્યાદિત ઉત્સાહ જોવા મળ્યો છે. ગોલ્ડ લોનની ઊંચી માંગ અને સોનાના ભાવમાં આવેલા ઉછાળાને કારણે કંપનીના નફામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
નાણાકીય પરિણામો :
કંપનીએ ક્વાર્ટર ૪ માટે ₹૩,૩૯૭ કરોડનો પ્રોફિટ જાહેર કર્યો છે, જે ગયા વર્ષના ₹૧,૪૪૪ કરોડની સરખામણીએ ૧૩૫ ટકા વધુ છે. રેવન્યુ પણ તેજી સાથે ૬૫ ટકા વધીને ₹૯,૨૮૮.૭ કરોડ પર પહોંચ્યો છે. EBITDAમાં ૯૦.૫ ટકાનો ઉછાળો સાથે તે ₹૭,૭૬૦ કરોડ સુધી પહોંચી છે, જે ગોલ્ડ લોન પોર્ટફોલિયોના મજબૂત પ્રદર્શનનું પ્રતિબિંબ છે.
આર્થિક વર્ષ ૨૦૨૬ માટે કંપનીએ અત્યાર સુધીનો સૌથી ઊંચો કન્સોલિડેટેડ પ્રોફિટ ₹૧૦,૬૦૭ કરોડ જાહેર કર્યો છે. લોન AUMમાં ૪૯ ટકાનો ઉછાળો સાથે તે ₹૧,૮૧,૯૧૬ કરોડ સુધી પહોંચી છે. વર્તમાન વર્ષ દરમિયાન કંપનીએ ૧૭૭ નવી બ્રાંચો ઉમેરતાં પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવી છે.
કંપની વિશે :
કંપનીના ચેરમેન જ્યોર્જ જેકબ મુથૂટીના જણાવ્યા મુજબ, નવી ગોલ્ડ લોન માર્ગદર્શિકાઓ ઉદ્યોગમાં પારદર્શિતા અને ગ્રાહક વિશ્વાસ વધારશે. કંપની ગોલ્ડ લોન સાથે–સાથે હાઉસિંગ ફાઇનાન્સ, માઇક્રોફાઇનાન્સ અને સ્મોલ બિઝનેસ લોન સેગમેન્ટમાં પણ સ્થિર પ્રગતિ કરી રહી છે. ડિજિટલ પહેલોમાં કંપનીનો ફોકસ યથાવત રહ્યો છે, જે ભવિષ્યના વૃદ્ધિ માટે યોગ્ય દિશામાં પગલું માનવામાં આવે છે.
વૈશ્વિક વોલેટિલિટી અને જીઓપોલિટિકલ પરિસ્થિતિ વચ્ચે સાવચેતીનો માહોલ હોવા છતાં, કંપની ભારતના લાંબા ગાળાના આર્થિક વૃદ્ધિ માર્ગ અંગે બુલિશ બાયસ જાળવી રાખે છે.
બજારના મુખ્ય પરિબળો :
ગોલ્ડના ભાવમાં ઉછાળો આવતા ગોલ્ડ લોનની માંગમાં તેજી જોવા મળી છે. ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગની વચ્ચે પણ મુથૂટ ફાઇનાન્સના શેરોએ યથાવત મજબૂતી દર્શાવી છે. પરિણામો જાહેર થતાં પહેલાં શેરે ₹૩,૫૩૧ પર મજબૂત ક્લોઝિંગ આપ્યું હતું. છેલ્લા એક વર્ષમાં શેરમાં ૫૫ ટકાનો ઉછાળો અને ત્રણ વર્ષમાં ૨૩૨.૫૦ ટકાનો મજબૂત વળતર મળ્યો છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ગોલ્ડના ભાવમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે, જેને કારણે ગોલ્ડ લોન એનબીએફસી સેગમેન્ટમાં પસંદગીયુક્ત તેજી ચાલુ રહેશે. જો રેવન્યુ અને AUMમાં મજબૂત ગતિ જળવાય તો શેરમાં બ્રેકઆઉટ જોવા મળી શકે છે. હાંલે કે ઊંચા લેવલ્સ પર ઉછાળે નફારૂપી વેચવાલી રોકાણકારો તરફથી ચાલુ રહી શકે છે.





