વર્તમાન કારોબારી સેશનમાં ઓઈલ અને ગેસ ક્ષેત્રની મુખ્ય કંપનીઓમાં ઉછાળો યથાવત રહ્યો છે. સરકાર દ્વારા રોયલ્ટી દરોમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના મજબૂત ભાવના કારણે ઓઈલ ઈન્ડિયા તથા ઓએનજીસી બંને શેરોમાં બજાર ભાવનામાં બુલિશ બાયસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
સરકારે ઓનશોર ફીલ્ડ્સ માટે રોયલ્ટી દર ૨૦% પરથી ઘટાડીને ૧૨.૫% કર્યો છે, જ્યારે ઑફશોર ફીલ્ડ્સ માટે ૧૦% દર યથાવત રાખ્યો છે. આ નિર્ણયના પરિણામે ઓઈલ ઈન્ડિયા અને ઓએનજીસીના શેરોમાં છેલ્લા ત્રણ દિવસમાં અનુક્રમે ૧૪% અને ૭.૫% સુધીનો ઉછાળો નોંધાયો છે.
વેસ્ટ એશિયા વિસ્તારમાં વધેલી જીઓપોલિટિકલ વોલેટિલિટી તથા સપ્લાય ચેઇન જોખમોને ધ્યાનમાં રાખીને સરકારે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. સુધારેલ નિયમો મુજબ હવે E&P કંપનીઓ ૧૫થી ૨૦% સુધી રિયાલાઈઝેશન સંબંધિત ખર્ચ કાપનો લાભ લઈ શકે છે, જે અગાઉના ૩ થી ૬ ડોલર પ્રતિ બેરલ કરતા વધુ અનુકૂળ છે.
આ નીતિ સુધારા બાદ ઓનશોર ક્ષેત્રમાં નવા રોકાણની સંભાવનાઓ વધતી જોવા મળી રહી છે, કારણ કે આવી ફીલ્ડ્સ ઝડપથી અને ઓછા ખર્ચે વિકસિત થઈ શકે છે.
કંપની વિશે :
ઓઈલ ઈન્ડિયા મુખ્યત્વે ઓનશોર પ્રોડક્શન કરતી કંપની હોવાથી તેને આ ફેરફારનો સીધો લાભ થશે. તાજેતરના Q4FY26માં કંપનીની ક્રૂડ રિયાલાઈઝેશન ૬૨.૮ ડોલર પ્રતિ બેરલમાંથી વધીને ૭૭.૯ ડોલર સુધી પહોંચી છે, જેના કારણે EBITDAમાં આશરે ૪૦% વધારો નોંધાયો છે.
ઓએનજીસી મોટાભાગે ઑફશોર ફીલ્ડ્સમાંથી ઉત્પાદન કરે છે, પરંતુ ખર્ચ ઘટાડા માટેના નવા નિયમોના કારણે તેને પણ મજબૂત સપોર્ટ મળશે. કંપની ૨૬ મેના રોજ પોતાના Q4 પરિણામો જાહેર કરશે, જેના અનુમાને બજારમાં પસંદગીયુક્ત પોઝિશન લેવામાં આવી રહી છે.
નાણાકીય પરિણામો :
ICICI Securities દ્વારા FY27 અને FY28 માટે ઓઈલ ઈન્ડિયા માટેના EPS અંદાજોમાં અનુક્રમે ૧૬% અને ૭%નો વધારો કર્યો છે, જ્યારે ઓએનજીસી માટે સુધારો ૧૨% અને ૧૦% સુધી રહ્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે જો ક્રૂડ ઓઈલના ભાવ આગામી દિવસોમાં મજબૂત રહે, તો આવક અનુમાનમાં વધુ બુલિશ બાયસ યથાવત રહેવાની શક્યતા છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર ઓઈલ થીમવાળા શેરોમાં રેન્જ બાઉન્ડ પરંતુ બુલિશ બાયસ સાથે ચાલવાની ધારણા છે. જો જીઓપોલિટિકલ ટેન્શન ઘટે અથવા સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે સબસિડી સંબંધિત નિર્ણય લેશે, તો કેટલીક શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી શકે છે.





