April 30, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, April 30, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftબધન બેન્કને ECL પરિવર્તનથી ₹૧,૨૫૦ કરોડનો વધારાનો પ્રોવિઝનિંગ ઝટકો…...!!!

બધન બેન્કને ECL પરિવર્તનથી ₹૧,૨૫૦ કરોડનો વધારાનો પ્રોવિઝનિંગ ઝટકો……!!!

વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ ક્ષેત્રમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. RBI દ્વારા Expected Credit Loss (ECL) ફ્રેમવર્કની લાગુઆતને લઈને બજારમાં પસંદગીયુક્ત પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

બધન બેન્કે જણાવ્યું છે કે ECL આધારીત નવો મોડેલ અપનાવતા તેને અંદાજે ₹૧,૨૫૦ કરોડના વન-ટાઇમ પ્રોવિઝનિંગ વધારાનો ઝટકો આવવાનો છે. આ ફેરફાર બેન્કની નફાકારકતા પર ટૂંકા ગાળે મર્યાદિત દબાણ બનાવી શકે છે.

કંપની વિશે :

બધન બેન્કે તાજેતરમાં જાહેર કર્યું છે કે RBI દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૭થી ફરજિયાત થનારા ECL મોડલને અપનાવવાના કારણે બેન્કને શરૂઆતના તબક્કે વધારાનો પ્રોવિઝનિંગ બોજ ઉઠાવવો પડશે. બેન્કના CFO રાજીવ મંત્રીએ જણાવ્યું કે વાર્ષિક અસર અંદાજે ₹૨૫૦–₹૩૦૦ કરોડ વચ્ચે રહી શકે છે.

બેન્ક અનુસાર આ અંદાજ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની બેલેન્સશીટના આધારે છે અને વાસ્તવિક અસર અમલીકરણ સમયે મર્યાદિત ઘટાડા સાથે આવી શકે છે.

નાણાકીય પરિણામો :

બધન બેન્કે Q૪FY૨૬ માટે ₹૫૩૪ કરોડનો નેટ પ્રોફિટ જાહેર કર્યો છે, જે યો-વાય ધોરણે ૬૮% અને ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ધોરણે ૧૬૦%નો ઉછાળો દર્શાવે છે. નોન-ઇન્ટરેસ્ટ આવકમાં મજબૂત વૃદ્ધિ અને ક્રેડિટ ક્વોલિટી સુધારાથી આ પરિણામોને ટેકો મળ્યો છે.

બેન્કનું NII ₹૨,૭૯૬ કરોડ સુધી પહોંચ્યું છે જ્યારે NIM ૬.૨% સુધી સુધર્યું છે. મેનેજમેન્ટ મુજબ ધિરાણ ઘટવાથી અને ફંડિંગ કોસ્ટમાં ઘટાડાથી માર્જિનમાં મજબૂત સુધારો નોંધાયો છે.

CASA રેશિયો ૨૯% સુધી વધ્યો છે, જ્યારે રિટેઈલ ટર્મ ડિપોઝિટમાં ૩૦%નો વધારો નોંધાયો છે. તેમ છતાં, ઓપરેટિંગ ખર્ચમાં વધારાથી બેન્કના માર્જિન પર મર્યાદિત દબાણ રહ્યું.

બજારના મુખ્ય પરિબળો :

RBI ની નવી નીતિઓને પગલે બેન્કિંગ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહી છે. પ્રોફિટ બુકિંગને કારણે મિડકેપ બેન્કિંગ શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. બધન બેન્ક દ્વારા વધારાના પ્રોવિઝનિંગના અંદાજ જાહેર કર્યા બાદ બજારમાં સાવચેતીનો માહોલ રહ્યો છે, જોકે FY૨૭ માટે NIM સુધારા અંગે મેનેજમેન્ટના આશાવાદી ઈશારાઓને કારણે બુલિશ બાયસ મર્યાદિત રહ્યો છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં બેન્કિંગ સેક્ટરમાં રેન્જ બાઉન્ડ વલણ રહેવાની શક્યતા છે. RBI ના ECL સંબંધિત માર્ગદર્શિકા અને બેન્કોના ત્રિમાસિક પરિણામો બજારમાં આગળની દિશા નક્કી કરશે.

Spread the love

Most Popular