April 30, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, April 30, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftયુએઈના ઓપેકથી બહાર નીકળતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, એઆઇ સેક્ટરમાં દબાણ યથાવત...!!!

યુએઈના ઓપેકથી બહાર નીકળતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, એઆઇ સેક્ટરમાં દબાણ યથાવત…!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક બજારોમાં જિઓપોલિટિકલ અસ્થિરતા અને ક્રૂડ ઓઇલ ભાવમાં તેજી વચ્ચે સાવચેતીનો માહોલ જોવા મળ્યો છે. ઇરાન-યુદ્ધની અનિશ્ચિતતા અને યુએઈ દ્વારા ઓપેક છોડવાના નિર્ણયે ક્રૂડ ઓઇલમાં મજબૂત ઉછાળો લાવ્યો છે.

બીજી બાજુ, એઆઇ આધારિત ટેક કંપનીઓમાં પ્રોફિટ બુકિંગ અને વધતી વોલેટિલિટી વચ્ચે ઘટાડાની સ્થિતિ યથાવત રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

• ઇરાન-યુદ્ધના કારણે એનર્જી સપ્લાયમાં વિક્ષેપ યથાવત છે.
• યુએઈ દ્વારા ઓપેક છોડ્યા બાદ બ્રેન્ટ ક્રૂડ ત્રણ અઠવાડિયાની ટોચની આસપાસ પહોંચ્યો છે, જ્યારે ડબલ્યુટીઆઇ ૧૦૦ ડોલર નજીક બંધાયો છે.
• ઊંચા ક્રૂડ ભાવોથી વૈશ્વિક મોંઘવારી દબાણ ફરી ઉંચકાયું છે.
• અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં મજબૂત ઉછાળો દેખાયો છે, જે બજારમાં બેરિશ બાયસને વધારી રહ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

• એઆઇ સંબંધિત કંપનીઓ જેમ કે ઑરેકલ, કૉર્વીવ અને ચિપ ઉત્પાદકોમાં પસંદગીયુક્ત ધોવાણ નોંધાયું છે.
• નાસ્ડેકમાં દબાણ યથાવત રહેતા ટેક સેક્ટર ઉપર બેરિશ બાયસ ચાલું છે.
• વૈશ્વિક સેમિકન્ડક્ટર સૂચકાંક વર્ષના આરંભથી લગભગ ૪૦% મજબૂત રહ્યો છે, છતાં વર્તમાન સેશનમાં નફારૂપી વેચવાલી વધી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ક્રૂડ ઓઇલમાં બુલિશ બાયસ યથાવત છે, કારણ કે રેઝિસ્ટન્સ ઝોન ઉપર બ્રેકઆઉટ જેવી ચાલ જોવા મળી છે. બ્રેન્ટ ૧૧૧ ડોલર નજીક ટ્રેડ થતાં ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ આવી શકે છે.
એઆઇ અને ટેક સ્ટોક્સમાં વધતી વોલેટિલિટી વચ્ચે નીચલા સપોર્ટ લેવલનું પરીક્ષણ થવાની શક્યતા રહેશે. મજબૂત ક્લોઝિંગ ન મળે ત્યાં સુધી સાવચેતી જરૂરી છે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી યોગ્ય રહેશે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી ફક્ત ક્વોલિટી સ્ટોક્સમાં જ કરવી.
• ઊંચા ક્રૂડ ભાવને કારણે વૈશ્વિક બજારો રેન્જ બાઉન્ડ વલણ દાખવી શકે છે, તેથી કડક સ્ટોપલોસ આવશ્યક છે.
• ટેક અને એઆઇ આધારિત સ્ટોક્સમાં વધતી વોલેટિલિટી વચ્ચે સાવચેતી જાળવવી.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ ભાવ અને જિઓપોલિટિકલ પરિસ્થિતિ બજારની દિશા નક્કી કરશે. ફેડરલ રિઝર્વ સહિત અનેક કેન્દ્રીય બેંકોની બેઠકને કારણે વૈશ્વિક ઇક્વિટીમાં રેન્જ બાઉન્ડ વલણ જોવા મળી શકે છે. ટેક કંપનીઓના આવનારા નાણાકીય પરિણામો એઆઇ સેક્ટર માટે મુખ્ય ટ્રિગર બની શકે છે.

Spread the love

Most Popular