April 18, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, April 18, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightઆરબીઆઈ દ્વારા ઓઇલ રિફાઇનર્સને સ્પોટ ડોલર ખરીદી ઘટાડવાની સૂચના…...!!!

આરબીઆઈ દ્વારા ઓઇલ રિફાઇનર્સને સ્પોટ ડોલર ખરીદી ઘટાડવાની સૂચના……!!!

વર્તમાન કારોબારી સેશનમાં રૂપિયામાં વોલેટિલિટી યથાવત રહેતાં આરબીઆઈ દ્વારા ઓઇલ રિફાઇનર્સને સ્પોટ માર્કેટમાં ડોલર ખરીદી ઘટાડવાની અને એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિશેષ ક્રેડિટ લાઇનનો ઉપયોગ વધારવાની સૂચના આપવામાં આવી છે.

રૂપીમાં થયેલા ઘટાડા અને વધતા જિઓપોલિટિકલ દબાણ વચ્ચે આ નિર્ણય બજારમાં સાવચેતીનો માહોલ દર્શાવે છે.

બજારના મુખ્ય પરિબળો :

તાજા માહિતી મુજબ, વધતા ક્રૂડ ભાવ, એફઆઈઆઈ આઉટફ્લો અને ઇરાન સંબંધિત તણાવને કારણે રૂપિયા આ વર્ષે આશરે ૩ ટકાથી વધુ ઘટ્યો છે. આરબીઆઈ દ્વારા ડોલર વેચાણ અને અન્ય પગલાં બાદ રૂપિયામાં મર્યાદિત સુધારો નોંધાયો છે, પરંતુ વોલેટિલિટી યથાવત છે.

ઓઇલ રિફાઇનર્સ દેશના મોટા ડોલર ખરીદદારો હોવાથી તેમની સ્પોટ ખરીદીમાં ઘટાડો રૂપિયાને મજબૂત સપોર્ટ મળી રહે તેવો પરિબળ બની શકે છે.

કંપની વિશે :

આ ક્રેડિટ લાઇનનો ઉપયોગ મુખ્યત્વે આઈઓસી, એચપીસીએલ અને બિપીસીએલ જેવી પીએસયુ રિફાઇનર્સ કરશે, જે મળીને દેશની રિફાઇનિંગ ક્ષમતામાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે. આ કંપનીઓને આરબીઆઈ રેફરન્સ રેટથી ડોલર ખરીદવાની અથવા એસબીઆઈની ક્રેડિટ લાઇન દ્વારા ડોલર ઉપલબ્ધ કરવાની સગવડ આપવામાં આવી છે.

રિફાઇનર્સને એક જ બેંક મારફતે ડોલર ફ્લો રૂટ કરવાથી બજારમાં દબાણ ઘટી શકે છે, જે હાલના સંજોગોમાં મર્યાદિત સ્થિરતા લાવી શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ રૂપિયા ૯૫ના લેવલ નજીક બેરિશ બાયસ સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો, પરંતુ આરબીઆઈ હસ્તક્ષેપ બાદ ૯૩.૨૦ સુધી મર્યાદિત સુધારો નોંધાયો છે. જો રૂપિયામાં મજબૂત ક્લોઝિંગ જોવા નહીં મળે તો આગળ વોલેટિલિટી વધવાની શક્યતા નકારી શકાય નહીં.

ડોલર માંગમાં થતા ઘટાડાને કારણે રૂપિયા માટે મજબૂત સપોર્ટ લેવલ ઉભો થઈ શકે છે, પરંતુ જિઓપોલિટિકલ જોખમોને કારણે આ સ્થિતિ રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં રૂપિયા પર વૈશ્વિક બજારોના સંકેતો અને ક્રૂડ ભાવ મુખ્ય અસરકારક પરિબળ બની રહેશે. આરબીઆઈ દ્વારા લેવાયેલા પગલાં રૂપિયામાં મર્યાદિત સ્થિરતા લાવી શકે છે, પરંતુ વોલેટિલિટી ટાળી શકાય તેવી નથી.

જો ઓઇલ રિફાઇનર્સ દ્વારા એસબીઆઈ ક્રેડિટ લાઇનનો ઉપયોગ વધે તો સ્પોટ માર્કેટ પર દબાણ ઘટશે, જે ટૂંકા ગાળે રૂપિયાને મજબૂત સપોર્ટ આપી શકે છે.

Spread the love

Most Popular