May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftસ્નેપ દ્વારા ૧,૦૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત વચ્ચે શેરમાં ઉછાળો…...!!!

સ્નેપ દ્વારા ૧,૦૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત વચ્ચે શેરમાં ઉછાળો……!!!

વર્તમાન કારોબારી સેશનમાં સ્નેપ તરફથી મોટા પાયે કર્મચારી ઘટાડાની જાહેરાત પછી કંપનીના શેરોમાં ઉછાળો નોંધાયો છે. કંપનીએ લગભગ ૧,૦૦૦ કર્મચારીઓની છટણી તથા ૩૦૦ થી વધુ ખાલી પોઝિશન બંધ કરવાની યોજના જાહેર કરી છે, જે કુલ મિલીને તેની ફુલ-ટાઇમ વર્કફોર્સના લગભગ ૧૬% જેટલા ઘટાડાને દર્શાવે છે.

કંપની પર એક્ટિવિસ્ટ રોકાણકાર આયરેનીક કેપિટલનું દબાણ યથાવત રહ્યું છે, જેના કારણે મેનેજમેન્ટ ખર્ચ ઘટાડા અને પ્રદર્શન સુધારવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

કંપની વિશે :

સ્નેપે જણાવ્યું છે કે આ પગલાં દ્વારા વર્ષના બીજા ભાગમાં લગભગ ૫૦૦ મિલિયન ડોલર જેટલી વાર્ષિક ખર્ચ બચતનું લક્ષ્ય છે. હાલમાં શેરમાં ૫% થી વધુ ઉછાળો નોંધાયો છે, જોકે વર્ષ દરમ્યાન શેરમાં કુલ ઘટાડો હજી પણ ૩૧% જેટલો યથાવત રહ્યો છે.

ડિસેમ્બર ૨૦૨૫ સુધી કંપનીમાં ૫,૨૬૧ કર્મચારીઓ હતા. હવે કંપનીને ૯૫ થી ૧૩૦ મિલિયન ડોલર જેટલો રીસ્ટ્રક્ચરિંગ ખર્ચ થવાની ધારણા છે, જેનો મોટો હિસ્સો બીજા ક્વાર્ટરમાં નોંધાવાનો અનુમાન છે.

બજારના મુખ્ય પરિબળો :

વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ અનિશ્ચિતતાને કારણે જાહેરાત બજારમાં દબાણ યથાવત છે, જેના કારણે સ્નેપ તથા પિન્ટરેસ્ટ જેવી નાની પ્લેટફોર્મ્સ પર અસર પડી રહી છે. જાહેરાતકારો મોટા પ્લેટફોર્મ્સ – મેટા અને આલ્ફાબેટ – તરફ વળી રહ્યા છે, જેના પરિણામે સ્નેપની વૃદ્ધિ ધીમી પડી છે.

સ્નેપના ‘સ્પેક્સ’ બિઝનેસ પર આયરેનીકનો દબાણ પણ વધુ બન્યો છે. કંપનીએ AR સ્માર્ટ ગ્લાસિઝ ક્ષેત્રમાં ભારે રોકાણ કર્યું છે, છતાં મેટા સામેની સ્પર્ધામાં ધીમી ગતિ જોવા મળી રહી છે. આ વિભાગ પર અત્યાર સુધીમાં અંદાજે ૩.૫ બિલિયન ડોલર ખર્ચ થયો છે અને દર વર્ષે આશરે ૫૦૦ મિલિયન ડોલર જેટલો કેશ બર્ન થાય છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ટેક સેક્ટરમાં છેલ્લા થોડા દિવસોમાં વોલેટિલિટી વધેલી છે. ખર્ચ ઘટાડા અને સ્ટાફમાં ઘટાડાની જાહેરાતો પછી સ્નેપ સહિત કેટલાક ટેક પ્લેટફોર્મ્સમાં પસંદગીયુક્ત ઉછાળો નોંધાયો છે. જોકે સમગ્ર સેક્ટરમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ સ્નેપના શેરોએ ટૂંકા ગાળામાં મજબૂત રેઝિસ્ટન્સ ઝોન નજીક ક્લોઝિંગ આપવા પ્રયત્ન કર્યો છે. જો આ લેવલ્સ ઉપર બ્રેકઆઉટ થશે તો ટૂંકા ગાળામાં બુલિશ બાયસ દેખાઈ શકે છે. પરંતુ જો સપોર્ટ લેવલ તૂટશે તો ફરી ઘટાડો નકારી શકાય નહીં.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અમલમાં લેવા યોગ્ય રહેશે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી ક્વોલિટી પોઝિશન્સમાં વિચારવા યોગ્ય છે. વોલેટિલિટીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કડક સ્ટોપલોસ અપનાવવો જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર કંપનીના ખર્ચ ઘટાડા અને બિઝનેસ રીસ્ટ્રક્ચરિંગની પ્રગતિ પર નજર રાખશે. મેનેજમેન્ટે ફ્રી કેશ ફ્લો મજબૂત કરવા અને લાંબા ગાળાના મૂલ્ય સર્જન પર ભાર મૂક્યો છે. તેથી શેરમાં રેન્જ બાઉન્ડ ચાલ યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular