વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ ક્ષેત્રમાં વ્યાજદર સંબંધિત ફેરફારોને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. આરબીઆઈ દ્વારા કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટનો રેપો રેટ ઘટાડો થયા પછી પણ બેન્કો દ્વારા રેપો આધારિત એક્સ્ટરનલ બેન્ચમાર્ક લોન પર વધારેલો માર્ક-અપ ચર્ચામાં રહ્યો છે.
ડિપોઝિટ દરો સ્થિર રહેતા અને નાના રોકાણ સાધનોમાં ઊંચા વ્યાજદરો મળતા બેન્કો પર માર્જિન જાળવવાની દોડ વધતી જોવા મળી રહી છે.
બજારના મુખ્ય પરિબળો :
રેપો રેટમાં ૬.૫૦% થી ૫.૨૫% સુધીના ઘટાડા પછી લોનના વેઇટેડ એવરેજ લેન્ડિંગ રેટમાં માત્ર ૮૭ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. નવા રૂપીયા લોનમાં આ ઘટાડો ૮૯ બેસિસ પોઈન્ટ રહ્યો છે, જ્યારે ડિપોઝિટ દરોમાં ઘટાડો મર્યાદિત રહ્યો છે.
WADTDR આધારિત ઓપન ડિપોઝિટ્સમાં માત્ર ૪૭ બેસિસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે, જે દર્શાવે છે કે બેન્કો માટે પુનઃમૂલ્યાંકનમાં દબાણ યથાવત છે.
રેપો આધારિત લોનમાં પાસ-થ્રુ એકથીએક રહે છે, પરંતુ MCLR આધારિત લોન અને ડિપોઝિટ દરોમાં આ અસર મોડેથી પ્રગટ થાય છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
એજ્યુકેશન લોન પર બેન્કોએ સૌથી વધુ માર્ક-અપ રાખ્યો છે, ત્યારબાદ પર્સનલ લોન અને MSME સેગમેન્ટ છે. MSME લોન પર સ્પ્રેડ જાન્યુઆરી ૨૦૨૫ના ૩.૨૦% થી ફેબ્રુઆરી ૨૦૨૬માં ૩.૨૯% થયો છે.
હાઉસિંગ તથા વ્હીકલ લોન પર ૧૦ બેસિસ પોઈન્ટનો વધારો નોંધાયો છે. અન્ય પર્સનલ લોનમાં ૧૧ બેસિસ પોઈન્ટ તથા એજ્યુકેશન લોનમાં ૨૧ બેસિસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
ઉછાળે નફારૂપી વેચવાલી તથા પસંદગીયુક્ત ધોવાણના સંકેતો અત્યારે બેન્કિંગ ક્ષેત્રમાં વોલેટિલિટી વધારતા રહ્યાં છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં સપોર્ટ લેવલ જાળવવાની કસોટી ચાલી રહી છે. રેઝિસ્ટન્સ ઝોન નજીક મજબૂત ક્લોઝિંગ આવશ્યક ગણાય છે, નહીં તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.
કેપિટલ માર્કેટ યિલ્ડ્સમાં ઉછાળો અને વિદેશી બોરોવિંગ્સમાં વધેલા ખર્ચને કારણે બેન્કોના લેન્ડિંગ રેટ્સ આગામી દિવસોમાં ઊંચા રહેવાની દિશામાં દેખાઈ રહ્યા છે.
રોકાણ રણનીતિ :
બેન્કિંગ સેક્ટરમાં પોઝિશન મેનેજમેન્ટ જરૂરી છે. ઘટાડે તબક્કાવાર ખરીદી અને ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય ગણાય છે. રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ વચ્ચે સાવચેતી જરૂરી રહેશે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે. બેન્કો દ્વારા વધતા માર્ક-અપને કારણે વ્યાજદરોમાં ઘટાડાની પ્રક્રિયા મર્યાદિત બની શકે છે અને સેક્ટરમાં બેરિશ બાયસ યથાવત રહેવાની શક્યતા છે.





