May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftયુએસ–ઈરાન ચર્ચા નિષ્ફળતા વચ્ચે વોલસ્ટ્રીટમાં વધતી વોલેટિલિટી અને કમાણી સીઝનનો દબાણ…...!!!

યુએસ–ઈરાન ચર્ચા નિષ્ફળતા વચ્ચે વોલસ્ટ્રીટમાં વધતી વોલેટિલિટી અને કમાણી સીઝનનો દબાણ……!!!

વોલસ્ટ્રીટમાં આવતા અઠવાડિયે વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના વધી રહી છે. જીઓપોલિટિકલ તણાવ, ઊર્જા બજારમાં ધોવાણ અને મોટાં બેંકોના Q૧ પરિણામોની અસર સાથે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુએસ–ઈરાન ચર્ચાઓ નિષ્ફળ જતા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી અવરોધમાં જતા ક્રૂડ માર્કેટમાં દબાણ વધી રહ્યું છે. રવિવારે યુએસ પ્રમુખે સ્ટ્રેટ પર નેવલ બ્લોકેડનો આદેશ આપતાં વૈશ્વિક ઊર્જા માર્કેટમાં વોલેટિલિટી વધુ તેજ થઈ છે.

આ પરિસ્થિતિ વચ્ચે વર્તમાન કારોબારી સેશનમાં અમેરિકન માર્કેટમાં મિશ્ર પ્રવૃત્તિ જોવા મળી છે. S&P ૫૦૦માં મર્યાદિત ઘટાડો નોંધાયો જ્યારે ટેક આધારિત નાસ્ડેકમાં મર્યાદિત ઉછાળો જોવા મળ્યો.

બજારના મુખ્ય પરિબળો :

જીઓપોલિટિકલ તણાવને કારણે ઊર્જા બજારમાં દબાણ યથાવત છે. ક્રૂડ સપ્લાય અંગેની અનિશ્ચિતતાએ રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સર્જ્યો છે. યુએસ પ્રમુખે ઈરાન સામે કડક વલણ અપનાવતા ચીનને ચેતવણી આપી છે કે જો ઈરાને સૈન્ય સહાય મળશે તો તમામ ચાઇનીઝ આયાત પર ૫૦% ટેરિફ લગાવી શકાય છે.

આ ઉપરાંત બજાર આ અઠવાડિયે મહત્વનાં આર્થિક ડેટા પર નજર રાખશે. માર્ચના હોમ સેલ્સ, પીપીઆઈ ઈન્ફ્લેશન, એમ્પાયર મેન્યુફેક્ચરિંગ સર્વે અને ફેડ બેજ બુક પર પ્રતિક્રિયા મહત્વપૂર્ણ બની શકે છે.

નાણાકીય પરિણામો :

આ અઠવાડિયે વોલસ્ટ્રીટના મોટા હેવીવેઈટ્સ પોતાના Q૧ પરિણામો જાહેર કરશે. તેમાં ગોલ્ડમેન સેકસ, જેપીમોર્ગન, વેલ્સ ફાર્ગો, બેંક ઑફ અમેરિકા, મોર્ગન સ્ટેનલી, ટાઇવાન સેમિકન્ડક્ટર, સિટીગ્રુપ, પેપ્સિકો અને નેટફ્લિક્સનો સમાવેશ થાય છે. અપેક્ષા છે કે બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીઝમાં રેન્જ બાઉન્ડ વલણ યથાવત રહેશે.

પસંદગીયુક્ત ટેક અને કન્ઝ્યુમર શેરોમાં મર્યાદિત મૂવમેન્ટ જોવા મળવાની ધારણા છે, પરંતુ જીઓપોલિટિકલ જોખમને કારણે સેક્ટરવાઇઝ વોલેટિલિટી વધેલી રહેવાની શક્યતા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

S&P ૫૦૦ માટે ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન મજબૂત બની રહ્યો છે. તાજેતરના ક્લોઝિંગ મુજબ ઇન્ડેક્સમાં મર્યાદિત બુલિશ બાયસ તો છે, પરંતુ ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ ફરી ઊભું થઈ શકે છે. નીચેની તરફ સપોર્ટ લેવલ ટેસ્ટ થવાની શક્યતા યથાવત છે, ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં વધારાની વોલેટિલિટી જો આગળ વધે તો.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી – બંને વ્યૂહરચનાઓ હાલના સમયમાં યોગ્ય ગણાય છે. સ્ટોપલોસ સાથેની અનુશાસિત ટ્રેડિંગ જરૂરી છે. પોઝિશન લેતી વખતે વૈશ્વિક સમાચાર પ્રવાહ અને આર્થિક ડેટા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં વોલસ્ટ્રીટમાં રેન્જ બાઉન્ડ વલણ યથાવત રહી શકે છે. ઊર્જા બજારની ચાલ, યુએસ આર્થિક ડેટા અને જીઓપોલિટિકલ સમાચારો બજારની દિશા નક્કી કરશે. લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી શેરોમાં ધીરજ સાથે પોઝિશન જાળવવી યોગ્ય રહેશે.

Spread the love

Most Popular