HomeBusiness News - Rightઇરાનનો હોર્મુઝ જળમાર્ગ પર ટોલ વસૂલવાનો પ્રસ્તાવ : વૈશ્વિક તેલ બજારમાં વધતી...

ઇરાનનો હોર્મુઝ જળમાર્ગ પર ટોલ વસૂલવાનો પ્રસ્તાવ : વૈશ્વિક તેલ બજારમાં વધતી વોલેટિલિટી……!!!

વર્તમાન કારોબારી સેશનમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં વોલેટિલિટી યથાવત જોવા મળી રહી છે. યુએસ અને ઇરાન વચ્ચે થયેલા ટૂંકાગાળાના સીઝફાયર બાદ ઇરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગ પર ટોલ ફી વસૂલવાનો પ્રસ્તાવ ફરી વૈશ્વિક એનર્જી બજારમાં સાવચેતીનો માહોલ ઊભો કરી રહ્યો છે.

વિશ્વના અંદાજે પાંચમા હિસ્સાની તેલ સપ્લાય આ જળમાર્ગમાંથી પસાર થાય છે. અહીં કોઈપણ પ્રકારનો નિયમનાત્મક ફેરફાર વૈશ્વિક તેલ કિંમતોમાં ઉછાળો અથવા ઘટાડો લાવી શકે છે.

બજારના મુખ્ય પરિબળો :

ઇરાન સંસદમાં હાલમાં એવો પ્રસ્તાવ રજૂ કરાયો છે જેમાં હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં જહાજો પર ટોલ ફી વસૂલવાની અથવા પરમિટ આધારિત ચાર્જ લગાડવાની મંજૂરી મળશે. આ ફી જહાજના પ્રકાર અને કાર્ગોની સ્વરૂપ મુજબ નક્કી થવાની શક્યતા છે.

વિદેશી નિષ્ણાતો જણાવે છે કે આ પગલાથી ટ્રાન્ઝિટ મુક્તિના આંતરરાષ્ટ્રીય નિયમોને લઈને અનિશ્ચિતતા ઉભી થઈ શકે છે, કારણ કે યુએન સમુદ્ર કાયદા હેઠળ દેશો કુદરતી જળમાર્ગોમાંથી પસાર થનારા વેપાર પર ટોલ વસૂલવા માટે સ્વતંત્ર નથી. ઇરાન અને યુએસ બંનેએ UNCLOS કરાર પર હસ્તાક્ષર ન કરવાના કારણે કાયદાકીય કાર્યવાહી મર્યાદિત બની શકે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ઊર્જા બજારમાં મર્યાદિત ઉછાળો નોંધાયો છે કારણ કે ટ્રેડર્સ ઓઈલ સપ્લાય વિશે પસંદગીયુક્ત સાવચેતી રાખી રહ્યા છે. ગઈ રાતે Brent તથા WTI ક્રૂડ ઓઈલમાં મર્યાદિત વોલેટિલિટી જોવા મળી હતી. શિપિંગ સેક્ટર સંબંધિત શેરોમાં પણ પસંદગીયુક્ત ધોવાણ નોંધાયું છે, કારણ કે વધતા ટ્રાન્ઝિટ ખર્ચનો સીધો અસર તેમની પ્રોફિટેબિલિટી પર પડી શકે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં વૈશ્વિક તેલ બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે. ઇરાનના ટોલ પ્રસ્તાવનો સ્વીકાર કે નકાર જાહેર થયા બાદ ક્રૂડ ઓઈલ કિંમતોમાં ઉછાળો કે ઘટાડો બંને શક્યતાઓ ખારેજ કરી શકાય નહીં.

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે અને જીઓપોલિટિકલ તણાવને ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ સાવચેતીપૂર્વક પોઝિશન લઈ શકે છે. ઊર્જા આયાતક દેશો માટે આ પરિસ્થિતિ ખર્ચમાં વધારાનું દબાણ બનાવી શકે છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી રોકાણકારો માટે યોગ્ય અભિગમ બની શકે છે. ઓઈલ તથા શિપિંગ સંબંધિત શેરોમાં સ્ટોપલોસ સાથે જ ટ્રેડિંગ કરવા વધુ સુરક્ષિત ગણાશે.

Spread the love

Most Popular