April 8, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, April 8, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightયુએસ–ઈરાન સિઝફાયર બાદ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સમાં ૬ ટકાનો ઘટાડો…...!!!

યુએસ–ઈરાન સિઝફાયર બાદ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સમાં ૬ ટકાનો ઘટાડો……!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક સ્તરે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે, ખાસ કરીને કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઈલ ફ્યુચર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. યુએસ અને ઈરાન વચ્ચેની બે અઠવાડિયાની સિઝફાયર જાહેરાત બાદ જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ ઘટતા ક્રૂડ પર દબાણ વધ્યું છે.

એમસીએક્સ પર એપ્રિલ ડિલિવરીના ક્રૂડ ઓઈલ ફ્યુચર્સ ૬ ટકા ઘટીને ૧૦,૦૨૯ના સ્તર પર લોઅર સર્કિટ સુધી સરક્યા. મે કોન્ટ્રેક્ટમાં પણ ૬ ટકાનો ઘટાડો નોંધાઈ ૮,૮૬૦ સુધી પહોંચ્યો.

બજારના મુખ્ય પરિબળો :

યુએસ–ઈરાન સિઝફાયરથી વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપનો ભય ઘટ્યો છે. તેથી વધેલો જીઓપોલિટિકલ પ્રીમિયમ ઓગળી જતાં ટ્રેડર્સે નફારૂપી વેચવાલી કરી છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં નૌકાચલન સામાન્ય થવાની સંભાવનાઓ મજબૂત બની હોવાથી સપ્લાયની ચિંતા મર્યાદિત રહી છે.

વૈશ્વિક બજારમાં WTI ક્રૂડમાં આશરે ૧૫ ટકા અને બ્રેન્ટ ક્રૂડમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે કોમોડિટી ટ્રેડર્સ માટે વધતી વોલેટિલિટીને દર્શાવે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સે મહત્વના સપોર્ટ લેવલ ભંગ કર્યા છે, જે ટૂંકા ગાળામાં બેરિશ બાયસ દર્શાવે છે. ક્લોઝિંગ મજબૂત ન હોવાથી વધુ ઘટાડાની શક્યતા યથાવત છે. ઊંચા સ્તરે ઉછાળે નફારૂપી વેચવાલી હાવી રહી છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી મર્યાદિત જોવા મળે છે.

રોકાણ રણનીતિ :

ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવો અનિવાર્ય છે. કોમોડિટી બજારમાં વધતી વોલેટિલિટી વચ્ચે પોઝિશન હળવી રાખવી યોગ્ય છે. ક્રૂડમાં રેઝિસ્ટન્સ નજીક નવા પોઝિશન લેતા સાવચેતી રાખવી જરૂરી રહેશે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ સાથે રહી શકે છે. યુએસ–ઈરાન વચ્ચેની વાટાઘાટના નવા સંકેતો અને વૈશ્વિક માંગ–પુરવઠાના અપડેટ્સ ક્રૂડની દિશા નક્કી કરશે. હાલ માટે બુલિશ બાયસ સ્પષ્ટ નથી અને બજાર દબાણ હેઠળ રહી શકે છે.

Spread the love

Most Popular