May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઆદર પુનાવાલ્લા અને ટ્રિવિટ્રોન વચ્ચે નવા જ્વાઈન્ટ વેન્ચર દ્વારા માયલેબના વૈશ્વિક વિસ્તરણની...

આદર પુનાવાલ્લા અને ટ્રિવિટ્રોન વચ્ચે નવા જ્વાઈન્ટ વેન્ચર દ્વારા માયલેબના વૈશ્વિક વિસ્તરણની તૈયારી…!!!

વર્તમાન કારોબારી સેશનમાં હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેગમેન્ટમાં મહત્વપૂર્ણ વિકાસ જોવા મળી રહ્યો છે, કારણ કે આદર પુનાવાલ્લાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ટ્રિવિટ્રોન હેલ્થકેર વચ્ચે માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ માટે નવા જ્વાઈન્ટ વેન્ચરની પ્રક્રિયા યથાવત રહી છે. ડીલ ડ્યૂ ડિલિજન્સના અંતિમ તબક્કે છે અને આગામી દિવસોમાં સમજૂતી સત્તાવાર થઈ શકે છે.

કંપની વિશે :

મુંબઈસ્થિત માહિતી મુજબ, “માઈલેબ ટ્રિવિટ્રોન નેકસ્ટ જન ટેકનોલોજીઝ” નામથી નવું જ્વાઈન્ટ વેન્ચર રજિસ્ટર થયું છે, જેમાં ટ્રિવિટ્રોનના બે અધિકારીઓ – ચંદ્રા ગણજુ અને ગુરિન્દર બીર કૌર – ડિરેક્ટર તરીકે જોડાયા છે. માયલેબના સ્થાપક હસમુખ રાવળે જણાવ્યું છે કે વૈશ્વિક બજારોમાં ડિસ્ટ્રિબ્યુશન અને મેન્યુફેક્ચરીંગ મજબૂત બનાવવા માટે આ રણનીતિ અપનાવવામાં આવી છે.

કોરોના પછીના સમયમાં માયલેબને આવકમાં ઘટાડો અને માર્જિનમાં ધોવાણનો સામનો કરવો પડ્યો હતો. FY૨૧માં આશરે ₹૮૨૫ કરોડની આવક FY૨૩માં ઘટીને ₹૯૪ કરોડ રહી હતી, પરંતુ FY૨૪માં આવક ફરી વધીને ₹૧૪૭ કરોડ અને ₹૧.૮ કરોડનો નફો નોંધાયો છે.

બજારના મુખ્ય પરિબળો :

ટ્રિવિટ્રોન પાસે મેડિકલ ડિવાઈસ અને ડાયગ્નોસ્ટિક મશીનરી ક્ષેત્રમાં મજબૂત ઉત્પાદન ક્ષમતા છે, જે માયલેબને ઇન-વિટ્રો અને મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક સેગમેન્ટમાં સ્પર્ધાત્મક પોઝિશન આપે છે. ગ્રુપના પ્રમોટર ડૉ. વેલુંના ત્રણ દાયકાના અનુભવથી નવું જ્વાઈન્ટ વેન્ચર વધુ મજબૂત બનશે.

માયલેબનું દેવું ઘટાવવા માટે અલગ એન્ટિટી રચવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવે છે. છેલ્લા બે મહિનાથી વાટાઘાટોમાં ઉછાળો જોવા મળ્યો છે અને હવે ડીલ સાઇનિંગ નજીક છે. બજાર વિશ્લેષકોની દૃષ્ટિએ આ વિકાસ હેલ્થકેર સેક્ટર માટે મર્યાદિત સકારાત્મક સંકેત આપે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

હેલ્થકેર સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે વોલેટિલિટી વચ્ચે ડિજિટલ હેલ્થ અને ડાયગ્નોસ્ટિક સેવાઓની માંગ યથાવત છે. વધતી વય વસ્તી અને ક્રોનિક બીમારીઓના વધારાને કારણે આ સેક્ટર બુલિશ બાયસ તરફ આગળ વધતો દેખાય છે. ટ્રિવિટ્રોન પાસે ભારત ઉપરાંત તુર્કી, ફિનલેન્ડ, યુએસ અને ચીનમાં પણ હાજરી છે, જે નવા JV માટે મજબૂત આધારરૂપ છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ડાયગ્નોસ્ટિક સેગમેન્ટમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળ્યો છે. જો આગામી દિવસોમાં JV સત્તાવાર બને, તો સેક્ટરમાં મર્યાદિત બુલિશ બાયસ ઊભો થઈ શકે છે. તેમ છતાં, હેલ્થકેર સ્ટોક્સમાં વોલેટિલિટી યથાવત હોવાથી સાવચેતીનો માહોલ જરૂરી છે.

રોકાણ રણનીતિ :

હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક થીમમાં ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જાળવવો જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ યથાવત રહે શકે છે. ક્વોલિટી આધારિત કંપનીઓમાં પોઝિશન જાળવી રાખવી યોગ્ય માનવામાં આવે છે.

Spread the love

Most Popular