એડબલ્યુએલ એગ્રી બિઝનેસ લિમિટેડે ક્યુ૪ દરમ્યાન મજબૂત ઓપરેશનલ પ્રદર્શન નોંધાવ્યું છે, ખાસ કરીને એડિબલ ઓઈલ અને ઇન્ડસ્ટ્રી એસેન્શ્યલ્સ સેગમેન્ટે ડબલ ડિજિટ વોલ્યુમ વૃદ્ધિ આપી છે. ઘરેલું બિઝનેસમાં ૧૩ ટકાનો ઉછાળો અને એડિબલ ઓઈલ પોર્ટફોલિયોમાં ૧૭ ટકાની વૃદ્ધિ કંપની માટે સકારાત્મક સંકેત છે.
વર્તમાન કારોબારી સેશનમાં કંપનીનો ફૂડ પોર્ટફોલિયો યથાવત રહ્યો છે, પરંતુ કોર કેટેગરીમાં મજબૂત માંગનો આધાર રહ્યો છે.
નાણાકીય પરિણામો :
સોયાબીન, મસ્ટર્ડ, રાઈસ બ્રાન અને પામ ઓઈલ કેટેગરીમાં મજબૂત માંગને કારણે ક્યુ૪ માં એડિબલ ઓઈલ સેગમેન્ટે કંપનીનાં કુલ વોલ્યુમમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. માર્કેટિંગ ખર્ચમાં વધારો અને ઓછી પહોંચ ધરાવતા બજારોમાં વધતી પ્રવૃત્તિએ આ ઉછાળાને વધુ મજબૂત બનાવ્યો.
ફૂડ અને એફએમસિજિ સેગમેન્ટ એકંદરે સ્થિર રહ્યા, તેમ છતાં રાઈસ અને વ્હીટ – જે પોર્ટફોલિયોના ૬૫ ટકા ભાગ છે – તેમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી. ફોર્ચ્યુન અને કોહિનૂર બ્રાન્ડ્સ હેઠળ વેચાણ વૃદ્ધિ ૩૦ ટકા કરતાં વધુ રહી. વ્હીટ ફ્લોર સેગમેન્ટે હાઈ સિંગલ ડિજિટ વૃદ્ધિ આપી.
ઇન્ડસ્ટ્રી એસેન્શ્યલ્સમાં ઓલિઓકેમિકલ્સ મુખ્ય ડ્રાઈવર રહ્યા અને સેગમેન્ટના લગભગ ૩૦ ટકા યોગદાન સાથે મજબૂત વૃદ્ધિ આપી છે.
કંપની વિશે :
કંપનીએ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં પણ સવિસ્તાર વધારો કર્યો છે. એફવાય૨૬ દરમ્યાન કુલ ૧.૨૦ લાખ નવા આઉટલેટ્સ ઉમેરાયા છે અને હાલમાં કંપની ૯.૬૫ લાખથી વધુ આઉટલેટ્સને સેવા આપે છે. ૬૦ હજારથી વધુ ગામોમાં પહોંચ વધારવામાં આવી છે.
ક્વિક કોમર્સ અને ઇ-કોમર્સ જેવા ચેનલોમાં ૪૩ ટકાનો ઉછાળો નોંધાયો છે, જેમાં ક્વિક કોમર્સે ૪૬ ટકાની વૃદ્ધિ સાથે ચેનલ વોલ્યુમમાં ૩૨ ટકાનું યોગદાન આપ્યું છે. આ સાથે કંપનીએ પ્રીમિયમ સેગમેન્ટમાં ‘ફોર્ટ્યુન પ્રેમિયો’ ઓઈલ્સનું લોન્ચિંગ કર્યું છે.
સબસિડિયરીઓમાં જીડી ફૂડ્સ અને ઓમકાર કેમિકલ્સનું પ્રદર્શન પણ મજબૂત રહ્યું, જેમાં ઓમકારએ એફવાય૨૬ વોલ્યુમ દોગણા કર્યા અને ૩૦૦ કરોડથી વધુ આવક નોંધાવી.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં એડબલ્યુએલ એગ્રી બિઝનેસ માટે ડિસ્ટ્રિબ્યુશન વિસ્તરણ અને એડિબલ ઓઈલ સેગમેન્ટમાં વધતી માંગ બુલિશ બાયસ જાળવી શકે છે. જો કે ફૂડ સેગમેન્ટની કેટલીક કેટેગરીમાં મર્યાદિત ગતિ ચાલુ રહેવાની શક્યતા છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી પ્રવૃત્તિઓ કંપનીના સ્ટોકમાં યથાવત રહે તેવી ધારણા છે.






