May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftબેન્કિંગ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ : ડિપોઝિટ અને ક્રેડિટમાં ઉછાળો, બેન્ક ઑફ બરોડાએ...

બેન્કિંગ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ : ડિપોઝિટ અને ક્રેડિટમાં ઉછાળો, બેન્ક ઑફ બરોડાએ ૩૦ લાખ કરોડનો ઐતિહાસિક આંક વટાવ્યો…!!!

વર્તમાન કારોબારી સેશનમાં દેશના બેન્કિંગ સેક્ટરમાં મજબૂત ગતિશીલતા યથાવત રહી છે. મુખ્ય બેન્કોએ તાજેતરના ક્વાર્ટર માટેના પ્રોવિઝનલ આંકડાઓ જાહેર કર્યા છે, જેમાં ડિપોઝિટ અને લોન બુક બંનેમાં સ્પષ્ટ ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને બેન્ક ઑફ બરોડાએ પ્રથમ વખત ૩૦ લાખ કરોડથી વધુ ગ્લોબલ બિઝનેસ હાંસલ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

કંપની વિશે :

એચડીએફસી બેન્કે ડિપોઝિટમાં ૧૪.૪% અને ગ્રોસ એડવાન્સિસમાં ૧૨%નો વધારો નોંધાવ્યો છે. માર્ચ ૨૦૨૬ સુધી બેન્કની કુલ ડિપોઝિટ ₹૩૧,૦૫,૫૦૦ કરોડ અને એડવાન્સિસ ₹૨૯,૬૦,૦૦૦ કરોડ સુધી પહોંચી છે. CASA રેશિયો થોડો ઘટીને ૩૪.૧૪% રહ્યો છે.

બેન્ક ઑફ બરોડાએ ગ્લોબલ બિઝનેસમાં ૧૩.૯૩% ઉછાળો નોંધાવ્યો છે, જે ૩૦,૭૮,૮૫૪ કરોડ સુધી પહોંચ્યો છે. ગ્લોબલ ડિપોઝિટમાં ૧૨% અને ગ્લોબલ એડવાન્સિસમાં ૧૬.૨૩% વૃદ્ધિ નોંધાઈ છે. ડોમેસ્ટિક રીટેઈલ એડવાન્સિસમાં પણ ૧૭.૯૩%નો મજબૂત વધારો જોવા મળ્યો છે.

પંજાબ નેશનલ બેન્કે (PNB) ગ્લોબલ બિઝનેસમાં ૧૦.૭૯% વૃદ્ધિ દર્શાવી છે. ગ્લોબલ ડિપોઝિટ ₹૧૭,૧૧,૪૭៦ કરોડ અને ગ્લોબલ એડવાન્સિસ ₹૧૨,૬૧,૪૨૦ કરોડ સુધી પહોંચી છે.

યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયાએ ગ્લોબલ બિઝનેસમાં ૫.૭૯% વૃદ્ધિ નોંધાવી છે. રીટેઈલ, એગ્રીકલ્ચર અને MSME (RAM) સેગમેન્ટમાં ૧૨.૫૯%નો ઉછાળો જોવા મળ્યો છે.

નાના લેન્ડર્સમાં બેન્ડહન બેન્કે ૧૦% ડિપોઝિટ વૃદ્ધિ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કે ૨૨.૮% મજબૂત વધારો નોંધાવ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

બેન્કિંગ ક્ષેત્રમાં ડિપોઝિટ અને લોન બુકમાં થતાં સતત વધારાએ રીટેઈલ તથા MSME સેગમેન્ટમાં વધતી ક્રેડિટ માંગની પુષ્ટિ કરી છે. જોકે વૈશ્વિક વોલેટિલિટી વચ્ચે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. મજબૂત ફંડામેન્ટલ ધરાવતા PSU અને પ્રાઇવેટ લેન્ડર્સમાં પસંદગીયુક્ત ખરીદી નોંધાઈ રહી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

PSU બેન્કોમાં ઉછાળો મજબૂત રહ્યો છે, ખાસ કરીને બેન્ક ઑફ બરોડા અને પંજાબ નેશનલ બેન્કના આંકડાઓ રોકાણકારોને સપોર્ટ આપે છે. પ્રાઇવેટ સેગમેન્ટમાં એચડીએફસી બેન્કની વૃદ્ધિ સ્થિર રહી છે, જ્યારે એયુ સ્મોલ ફાઇનાન્સ અને બેન્ડહન બેન્કે ડબલ ડિજિટ વૃદ્ધિ સાથે સેક્ટરને સત્વ આપ્યું છે. વોલેટિલિટી યથાવત છે અને પ્રોફિટ બુકિંગ વચ્ચે મર્યાદિત ખરીદી ચાલી રહી છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ ચાલુ રાખવી યોગ્ય રહેશે. ક્વોલિટી ધરાવતા PSU બેન્કો તથા મજબૂત બેલેન્સ શીટ ધરાવતા પ્રાઇવેટ બેન્કોમાં રોકાણ માટે તક જોવી યોગ્ય રહેશે. સ્ટોપલોસ જાળવીને પોઝિશન રાખવી જરૂરી રહેશે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં બેન્કિંગ સેક્ટર રેન્જ બાઉન્ડ રહી શકે છે. ક્રેડિટ ડિમાન્ડ મજબૂત રહે તો બુલિશ બાયસ યથાવત રહી શકે છે. જોકે વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક પ્રોફિટ બુકિંગ વચ્ચે સાવચેતી જરૂરી છે.

Spread the love

Most Popular