ભારતે ઈરાન સાથે સાત વર્ષ બાદ ઊર્જા વેપાર ફરી શરૂ કર્યો છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં મર્યાદિત ઉછાળો નોંધાયો છે. વર્તમાન કારોબારી સેશનમાં આ વિકાસને કારણે કોમોડિટી સેગમેન્ટમાં વોલેટિલિટી યથાવત હતી, જ્યારે જીઓપોલિટિકલ પરિબળોને કારણે સાવચેતીનો માહોલ પણ દેખાયો.
કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય રિફાઈનર્સે ઈરાનમાંથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે અને આશરે ૪૪,૦૦૦ ટન એલપિજિનો જથ્થો મેંગલુર પોર્ટ પર ઉતાર્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ઈરાનની સપ્લાયનું વદીનારથી ચીન તરફ ડાયવર્ટ થવા સંબંધી માહિતી ખોટી છે અને કોઈ ચુકવણી સંબંધિત અવરોધ હાલ નથી.
બજારના મુખ્ય પરિબળો :
મધ્યપૂર્વમાં ચાલતી અસ્થિરતા અને સ્ટ્રેઇટ ઑફ હોર્મુઝમાં સપ્લાય વિક્ષેપને કારણે વૈશ્વિક ઊર્જા બજારોમાં દબાણ છે. ઈરાન તરફથી સપ્લાય શરૂ થવાથી ભારતીય રિફાઈનરીઓને મર્યાદિત રાહત મળવાની અપેક્ષા છે. હાલ ભારત ૪૦થી વધુ દેશોમાંથી ક્રૂડ આયાત કરે છે, તેથી કુલ સપ્લાય પર તેનો કોઈ તાત્કાલિક અસર નથી.
સેક્ટર દૃષ્ટિકોણ :
ક્રૂડ ઓઈલ માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહેતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં પસંદગીયુક્ત ખરીદી થઈ રહી છે. ઊંચા સ્તર પર પ્રોફિટ બુકિંગ ચાલુ હોવાથી રિફાઈનરી શેરો રેન્જ બાઉન્ડ ટ્રેડમાં છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ચાલી રહેલી તંગદિલીને કારણે ઊર્જા શેરોમાં સાવચેતી જરૂરી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ ક્રૂડ ઓઈલના ભાવમાં હાલમાં મજબૂત રેઝિસ્ટન્સ છે. સ્ટ્રેઇટ ઑફ હોર્મુઝમાં સપ્લાય સ્થિર ન થાય ત્યાં સુધી ઘટાડા પછી તબક્કાવાર ખરીદી એ વધુ યોગ્ય સ્ટ્રેટજી રહેશે. કોઈ પણ મહત્વના બ્રેકઆઉટ માટે વૈશ્વિક પરિસ્થિતિનો પ્રભાવ મહત્વનો રહેશે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી રાખવી અને ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી ટ્રેડર્સ માટે યોગ્ય રહેશે. ઊર્જા ક્ષેત્રમાં વધતી વોલેટિલિટી ધ્યાનમાં રાખીને કડક સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવો અનિવાર્ય છે. વૈશ્વિક સપ્લાય ચેઇન પૂરી રીતે સ્થિર ન થાય ત્યાં સુધી મોટી પોઝિશન લેતી વખતે સાવચેતી રાખવી.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ઈરાન-અમેરિકા સંબંધો, મધ્યપૂર્વમાં ચાલી રહેલી સૈન્ય પ્રવૃત્તિઓ અને શિપિંગ રૂટ્સની સ્થિતિ વૈશ્વિક ક્રૂડ બજારની દિશા નક્કી કરશે. ભારત દ્વારા ઈરાન સાથેનો વેપાર ફરી શરૂ થવાથી લાંબા ગાળે સપ્લાય ડાયવર્સિફિકેશન મજબૂત બનશે, પરંતુ ટૂંકા ગાળાની વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.





