વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ યથાવત રહ્યો છે. ખાસ કરીને મધ્યપૂર્વમાં વધતા તણાવ અને સ્ટ્રેઇટ ઑફ હોર્મુઝમાં ઊભા જોખમોને કારણે ઊર્જા બજારમાં વોલેટિલિટી વધી છે. આવી પરિસ્થિતિમાં વિદેશ મંત્રી એસ. જેઅસંકરે જણાવ્યું કે ભારતે તાજેતરના વૈશ્વિક ઝટકાઓને સફળતાપૂર્વક સંભાળ્યા છે અને દેશની આર્થિક સ્થિરતા મજબૂત રહી છે.
આઈઆઈએમ રાયપુરના એક કાર્યક્રમમાં તેમણે દેશોને હેજિંગ, ડિરિસ્કિંગ અને ડાયવર્સિફિકેશન જેવી રણનીતિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત બતાવી હતી.
બજારના મુખ્ય પરિબળો :
S. Jaishankar ના જણાવ્યા અનુસાર ટેકનોલોજી, એનર્જી અને રિસોર્સિસ ક્ષેત્રમાં ઝડપભેર બદલાતી પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપૂર્વમાં ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા તણાવને કારણે ક્રૂડ તેલના ભાવમાં પસંદગીયુક્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ભારત સહિત અનેક દેશોને ડિરિસ્કિંગ તરફ ધકેલી રહ્યો છે.
ગ્લોબલ પાવર સ્ટ્રક્ચરમાં થતા મોટા ફેરફારોને કારણે રાજકીય સ્તરે પણ અનિશ્ચિતતા વધી છે, જે આગામી દિવસોમાં વોલેટિલિટી યથાવત રાખી શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
મધ્યપૂર્વના તણાવ અને હોર્મુઝના જોખમને કારણે એનર્જી અને ઓઈલ સંબંધિત સેક્ટર્સમાં પસંદગીયુક્ત ઉછાળો યથાવત રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન અને કેમિકલ ક્ષેત્રો પર દબાણ રહેવાની શક્યતા છે, જ્યારે ડિફેન્સિવ સેક્ટર્સમાં મર્યાદિત ખરીદી નોંધાઈ શકે છે. જેઅસંકરે સ્પષ્ટ કર્યું કે ભારતની આર્થિક વૃદ્ધિ, નીતિગત સ્થિરતા અને લોકશાહીની ધારણા દેશને વૈશ્વિક ધોવાણમાંથી બચાવી રાખવામાં મદદરૂપ બની છે.
રોકાણ રણનીતિ :
વોલેટિલિટી વધવાના મુખ્ય પરિબળોમાં વૈશ્વિક તણાવ અને ક્રૂડના ભાવમાં ઉછાળો શામેલ છે. તેથી આગામી દિવસોમાં બજારમાં સાવચેતી જરૂરી રહેશે.
- ઉછાળે નફારૂપી વેચવાલી વધુ યોગ્ય રહેશે
- ઘટાડે તબક્કાવાર ખરીદીથી પોઝિશન બાંધવાની રણનીતિ અસરકારક બની શકે
- સ્ટોપલોસ સાથે ધ્યાનપૂર્વક ટ્રેડિંગ કરવું જરૂરી
- ક્વોલિટી શેરોમાં મધ્યમગાળાની દૃષ્ટિ સાથે રોકાણ અનુકૂળ રહેશે
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ વલણ જાળવી શકે છે, કારણ કે મધ્યપૂર્વનો તણાવ હજુ પૂર્ણ રીતે શમ્યો નથી. જેઅસંકરે જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિમાં મોટાભાગના ક્ષેત્રો leveraged અથવા weaponised થઈ રહ્યા છે, તેથી દેશોને ડાયવર્સિફિકેશન અને હેજિંગની દિશામાં વધુ પ્રયત્નો કરવાના રહેશે. ભારતની મૂળભૂત આર્થિક સ્થિરતા વૈશ્વિક ઝટકાઓ સામે એક મજબૂત કવચ તરીકે કાર્ય કરી રહી છે, છતાં વૈશ્વિક સંકેતો પર સાવચેતી યથાવત રહેશે.






