May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftએફપીઆઈની સતત વેચવાલીથી ભારતીય બજારમાં દબાણ યથાવત…...!!!

એફપીઆઈની સતત વેચવાલીથી ભારતીય બજારમાં દબાણ યથાવત……!!!

વર્તમાન કારોબારી સેશનમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) દ્વારા સતત વેચવાલી યથાવત રહેતાં ભારતીય શેરબજારમાં દબાણ યથાવત છે. માર્ચ મહિનામાં ૧.૧૭ લાખ કરોડના આઉટફ્લો બાદ એપ્રિલના પ્રથમ બે સેશન્સમાં પણ ૧૯,૮૩૭ કરોડની વધુ વેચવાલી નોંધાઈ છે. આથી કુલ નિકાસ વધીને ૧.૩૭ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

વેસ્ટ એશિયામાં વધતા જીઓપોલિટિકલ ટેન્શન, ક્રૂડના ઊછાળા અને ડૉલર યીલ્ડમાં વધારાને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોની અનિશ્ચિતતા અને ઘરઆંગણે રૂપિયાની નબળાઈએ પણ બજારને દબાણમાં રાખ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

• વેસ્ટ એશિયા સંઘર્ષને કારણે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સમાં ચિંતા યથાવત.
• ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગથી ઈન્ડેક્સમાં ઘટાડો.
• ક્રૂડના ભાવમાં સતત વધારો અને રૂપિયા નબળો થવો એફપીઆઈ આઉટફ્લોને આગળ ધપાવે છે.
• સતત ૨૩ ટ્રેડિંગ સેશન્સ સુધીની વિદેશી વેચવાલીથી રોકાણકારોનું મનોબળ નબળું.

સેક્ટર દૃષ્ટિકોણ :

બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઓટો અને મિડકેપ સેગમેન્ટમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. બીજી તરફ ફાર્મા અને કેટલાક ડિફેન્સિવ શેરોમાં મર્યાદિત ખરીદી જોવા મળી રહી છે. ઊંચી વોલેટિલિટી ધરાવતા હાઈ બીટા સેક્ટર પર દબાણ યથાવત રહેવાની શક્યતા યથાવત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ નિફ્ટી ઇન્ડેક્સ મહત્વના સપોર્ટ લેવલની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. જો આ સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં. રેઝિસ્ટન્સ ઉપર મજબૂત ક્લોઝિંગ આવશ્યક છે. બેન્કિંગ ઇન્ડેક્સમાં બ્રેકડાઉન બાદ વોલેટિલિટી વધતી દેખાઈ રહી છે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી યોગ્ય.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ જાળવો જરૂરી.
• પેનિક સેલિંગથી દૂર રહી સ્થિરતા જાળવવી.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે, પરંતુ વોલેટિલિટી ઊંચી રહેવાની સંભાવના છે. એફપીઆઈ ફ્લો, વેસ્ટ એશિયાના સમાચાર અને ક્રૂડના ભાવ બજારની દિશા નક્કી કરશે. લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી શેરોમાં પોઝિશન જાળવી સાવચેતી પૂર્વક ઉછાળા માટે રાહ જોવી યોગ્ય રહેશે.

Spread the love

Most Popular