વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક કન્ઝ્યુમર સેક્ટરમાં મેગાડીલ્સનો ઉછાળો યથાવત રહ્યો છે. અમેરિકાની મેકકોર્મિક અને સિસ્કો બંને કંપનીઓ દ્વારા કરાયેલા વિશાળ સોદાઓને કારણે સેક્ટરમાં પસંદગીયુક્ત ચર્ચા અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં બે મોટાં વિલિનની જાહેરાત થતાં કન્ઝ્યુમર ઉદ્યોગમાં છેલ્લા દાયકાથી ન જોવા મળેલો ઉછાળો નોંધાયો છે. મેકકોર્મિક દ્વારા યુનિલીવરના ફૂડ બિઝનેસનું મોટું અધિગ્રહણ તથા સિસ્કો દ્વારા જેટ્રો રેસ્ટોરન્ટ ડીપોટ ખરીદવાની ડીલ મુખ્ય કેન્દ્રમાં રહી.
બજારના મુખ્ય પરિબળો :
• મેકકોર્મિક દ્વારા યુનિલીવરના ફૂડ વિભાગની ખરીદી લગભગ ૪૫ અબજ ડોલરના મૂલ્યાંકન પર થઈ છે, જે પ્રથમ ત્રિમાસિકમાં વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ડીલ રહી.
• સિસ્કો દ્વારા જેટ્રો રેસ્ટોરન્ટ ડીપોટની ખરીદી માટે ૨૯ અબજ ડોલરની ડીલ થઈ, જે વૈશ્વિક મેગાડીલ્સની યાદીમાં સાતમા ક્રમે રહી.
• સેક્ટરમાં વધતી વોલેટિલિટીને ધ્યાનમાં લેતા કંપનીઓ વૈશ્વિક સ્તરે પોતાનું સ્કેલ વધારવા અને બદલાતા ગ્રાહક વલણને અનુરૂપ પોઝિશન મજબૂત કરવા પ્રયત્નશીલ છે.
• ઊંચા ટેરિફ, મંદી જેવી પરિસ્થિતિ અને બદલાતી માંગને કારણે કન્ઝ્યુમર કંપનીઓમાં મર્જર અને એક્વિઝિશનની પ્રવૃત્તિ તેજ બની છે.
કંપની વિશે :
યુનિલીવર છેલ્લા અનેક વર્ષોથી ફૂડ બિઝનેસમાંથી બહાર નીકળવા માટે તબક્કાવાર પગલાં લેતું આવ્યું છે. આઈસક્રીમ વિભાગના વહેચાણ બાદ હેલમેન તથા નોર જેવા બ્રાન્ડ્સ મુખ્ય રહ્યા હતા. નવા મુખ્ય કાર્યકારી અધિકારી ફર્નાન્ડો ફર્નાન્ડેઝે “બ્યુટી અને વેલનેસ ફોકસ”ની સ્પષ્ટ દિશા આપતાં માર્કેટમાં સંકેત આપ્યો કે ફૂડ બિઝનેસ વેચાણ માટે તૈયાર છે.
બીજી તરફ જેટ્રો રેસ્ટોરન્ટ ડીપોટના સ્થાપક નેથન કીર્શ માટે આગામી પેઢીમાં બિઝનેસ હેન્ડઓવર ન હોવાથી સિસ્કો સાથેની ડીલ યોગ્ય વિકલ્પ સાબિત થઈ.
સેક્ટર દૃષ્ટિકોણ :
• સ્પિરિટ્સ સેગમેન્ટમાં બ્રાઉન-ફોર્મન અને પેર્નોડ રિકાર્ડ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે.
• બ્યુટી સેગમેન્ટમાં એસ્ટે લોડર અને પુઇગ વચ્ચે સંભવિત ડીલની ચર્ચાએ બજારમાં મર્યાદિત પણ મહત્વની વોલેટિલિટી ઊપજાવી છે.
• યુવા ગ્રાહકોમાં સ્પિરિટ્સની ઘટતી માંગ તથા બ્યુટી સેક્ટરમાં વધતી સ્પર્ધાએ પસંદગીયુક્ત ધોવાણ અને પ્રોફિટ બુકિંગની સ્થિતિ ઊભી કરી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં કન્ઝ્યુમર સેક્ટર રેન્જ બાઉન્ડ રહી શકે છે, પરંતુ મોટા ગ્રુપ્સ દ્વારા કન્સોલિડેશનની પ્રક્રિયા યથાવત રહેવાની શક્યતા છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીના ટ્રેન્ડ ચાલુ રહે શકે છે.
માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ફેમિલી ઓન્ડ કંપનીઓ લાંબા ગાળાની વ્યૂહાત્મક દિશામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.






