વર્તમાન કારોબારી સેશનમાં પંજાબ કાર્બોનિક લિમિટેડ તરફથી IPO માટે DRHP ફાઈલ કરવાની જાહેરાત પછી બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. કંપનીએ SEBI સાથે DRHP દાખલ કરી ૯૫ લાખ ઇક્વિટી શેરના જાહેર ઇશ્યુ દ્વારા મૂડી એકત્ર કરવાની યોજના જાહેર કરી છે.
પ્રસ્તાવિત IPOમાં ૬૦ લાખ નવા શેરનો ફ્રેશ ઇશ્યુ અને ૩૫ લાખ શેરનો ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
કંપની વિશે :
પંજાબ કાર્બોનિક CO2 રિકવરી, લિક્વિડ CO2 અને ડ્રાય આઈસના ઉત્પાદન તથા સપ્લાય ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુ સમયથી કાર્યરત કંપની છે. કંપની હાલમાં દેશની વિવિધ યુનિટ્સમાં BOO અને એસેટ લાઇટ મોડલ હેઠળ CO2 રિકવરી યુનિટ્સ ચલાવે છે અને તેના પાસે ૫૫ CO2 ટેન્કર્સનો પોતાનો ટ્રાન્સપોર્ટેશન ફલિટ છે.
પંજાબ ફ્યુઝન પ્રાઈવેટ તથા પેનકાર્બો ગ્રીનફ્યુઅલ્સ પ્રાઈવેટ સાથે મળીને કંપની CO2 પ્રોડક્ટ્સ તેમજ ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ પણ કરે છે.
બજારના મુખ્ય પરિબળો :
કંપની IPO દ્વારા મળનારી મૂડીનો ઉપયોગ નીચેના ક્ષેત્રોમાં કરશે:
• આંધ્ર પ્રદેશના નેલ્લોર અને પેડ્ડાપૂરમ ખાતે બે નવી CO2 રિકવરી યુનિટ્સ સ્થાપવા
• CO2 ટ્રાન્સપોર્ટ માટે નવા ટેન્કર્સ ખરીદી લોજિસ્ટિક્સ મજબૂત બનાવવું
• પેનકાર્બો ગ્રીનફ્યુઅલ્સ પ્રાઈવેટમાં ઇન્વેસ્ટમેન્ટ
• પંજાબ સ્થિત ઇથેનોલ ડિસ્ટિલરીની ક્ષમતા ૩૫ KLPD સુધી વધારવા માટેનું કેપેક્સ
• બાકી લાયબિલિટીઝના રિપેમેન્ટ અને જનરલ કોર્પોરેટ ઉપયોગ
નાણાકીય પરિણામો :
કંપનીના FY૨૫ માટે કન્સોલિડેટેડ રેવન્યુ ₹૪૮,૮૧૭.૩૯ લાખ, EBITDA ₹૪,૮૨૩.૩૮ લાખ અને PAT ₹૨,૬૨૧.૪૪ લાખ નોંધાયો હતો. H૧FY૨૬માં રેવન્યુ ₹૨૭,૯૩૯.૫૨ લાખ, EBITDA ₹૩,૭૨૪.૯૮ લાખ અને PAT ₹૨,૬૧૮.૫૨ લાખ રહ્યો હતો, જે મજબૂત કામગીરી દર્શાવે છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં IPO માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે. પંજાબ કાર્બોનિકના વિસ્તરણ પ્લાન્સ અને સ્થિર નફાકારકતા રોકાણકારોનું ધ્યાન આકર્ષી શકે છે. ક્વોલિટી આધારિત ખરીદી રસને કારણે IPO લિસ્ટિંગ સુધી બજાર મર્યાદિત રેન્જમાં રહી શકે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી પ્રવૃત્તિઓ ચાલુ રહેવાનું અનુમાન છે.






