HomeBusiness News - Rightટ્રમ્પના નિવેદન બાદ એમસીએક્સ ચાંદીમાં ભારે ઘટાડો : રોકાણકારો માટે શું રણનીતિ...

ટ્રમ્પના નિવેદન બાદ એમસીએક્સ ચાંદીમાં ભારે ઘટાડો : રોકાણકારો માટે શું રણનીતિ યોગ્ય…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ચાંદીના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના ઇરાન અંગેના આક્રમક નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં વોલેટિલિટી યથાવત રહી છે અને કોમોડિટી સેગમેન્ટમાં સાવચેતીનો માહોલ વકર્યો છે.

એમસીએક્સ પર ચાંદીમાં ૪.૪૮ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે મે ફ્યુચરમાં ૭.૮ ટકાના ધોવાણ સાથે ટ્રેડિંગ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારમાં સ્પોટ સિલ્વર ૭.૩૨ ટકાના ઘટાડા બાદ યુએસ ડોલર ૬૯.૫૭ પ્રતિ ઔંસ સુધી આવી ગયું છે.

બજારના મુખ્ય પરિબળો :

• ટ્રમ્પે ઇરાન વિરુદ્ધ આગામી અઠવાડિયામાં “ખૂબ કડક પ્રતિકાર” આપવાની ચેતવણી આપતા જીઓપોલિટિકલ ટેન્શનમાં વધારો થયો છે.
• અગાઉ બજારમાં સંઘર્ષ શમશે એવી અપેક્ષા હતી, પરંતુ આ નિવેદન પછી સેન્ટિમેન્ટ બેરિશ બાયસ તરફ સરક્યું છે.
• ડોલર મજબૂત બનતા અને વૈશ્વિક યિલ્ડમાં ઉછાળો આવતા પ્રેશિયસ મેટલ્સ પર દબાણ વધી રહ્યું છે.
• રોકાણકારો પોઝિશન ઘટાડતા કેશ હોલ્ડિંગ વધારવાની પ્રવૃત્તિ અપનાવી રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ એમસીએક્સ સિલ્વર મે કોન્ટ્રેક્ટ માટે મહત્વનું સપોર્ટ લેવલ રૂ. ૨,૨૦,૦૦૦ની આસપાસ માનવામાં આવી રહ્યું છે. દિવસ દરમિયાન રૂ. ૨,૨૪,૫૦૦ની ઇન્ટ્રાડે લોઉ નોંધાતા ભાવોમાં બેરિશ બાયસ સ્પષ્ટપણે જોવા મળ્યો છે.
ઉપરની તરફ રૂ. ૨,૪૦,૦૦૦ – ૨,૪૨,૫૦૦નો ઝોન મજબૂત રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરી શકે છે. આ રેઝિસ્ટન્સ તૂટ્યા વગર ચાંદીમાં સ્થિર ઉછાળો મર્યાદિત રહેશે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી અનિવાર્ય.
• ઘટાડે તબક્કાવાર ખરીદી માત્ર ટૂંકા ગાળાના સેટઅપમાં જ કરવી.
• ઊંચા લેવલ્સ પર નવી લૉંગ પોઝિશનથી દૂર રહેવું.
• સ્ટોપલોસ કડક રાખવો આવશ્યક છે, કારણ કે વોલેટિલિટી આગળ પણ યથાવત રહેવાની શક્યતા વધુ છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ચાંદીના ભાવો રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે. વૈશ્વિક યિલ્ડ, ડોલર ઈન્ડેક્સ અને જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ બજારની દિશા નક્કી કરશે. ગૂડ ફ્રાઇડે દરમિયાન કોમોડિટી માર્કેટ બંધ હોવાથી આવતા સેશનમાં પ્રાઈસ એક્શનમાં તેજ વોલેટિલિટી જોવા મળી શકે છે.

કુલ મળીને, ચાંદીમાં હાલમાં ઊંડો ઘટાડો ભલે આકર્ષક તક જેવી લાગે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સાવચેતીપૂર્ણ અભિગમ જ રોકાણકારો માટે યોગ્ય રહેશે.

Spread the love

Most Popular