વર્તમાન કારોબારી સેશનમાં માઈક્રોસોફ્ટ તરફથી જાપાન માટેના AI રોકાણની જાહેરાત ચર્ચામાં રહી છે. કંપની આગામી ચાર વર્ષમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરીને જાપાનમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવશે. સાથે જ ૨૦૩૦ સુધી ૧૦ લાખ એન્જિનિયર અને ડેવલપરને તાલીમ આપશે.
આ જાહેરાત ટોક્યો મુલાકાત દરમિયાન માઈક્રોસોફ્ટના પ્રમુખ બ્રેડ સ્મિથ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું કે જાપાનની સાકુરા અને સોફ્ટબેંક સાથે મળીને AI કમ્પ્યુટિંગ ક્ષમતા વધારવાનો ઉદ્દેશ છે.
કંપની વિશે :
માઈક્રોસોફ્ટ એશિયાભરમાં AI આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તરણ પ્રક્રિયામાં સક્રિય છે. તાજેતરમાં તેણે સિંગાપુરમાં ૫.૫ અબજ ડોલર અને થાઈલેન્ડમાં ૧ અબજ ડોલરનું રોકાણ જાહેર કર્યું હતું. હવે જાપાન માટેની આ નવી જાહેરાત બતાવે છે કે કંપની એશિયામાં AI ક્ષેત્રમાં વધુ મજબૂત પકડ બનાવવા ઇચ્છે છે.
કંપનીના જણાવ્યા મુજબ, જાપાનમાં AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થતાં સ્થાનિક કંપનીઓ અને સરકારી એજન્સીઓને દેશની અંદર જ ડેટા પ્રોસેસિંગ અને સિક્યોરિટી વધારવામાં મદદ મળશે. સાથે જ સાયબર સિક્યોરિટી ક્ષેત્રે સહયોગ પણ વધારાશે.
બજારના મુખ્ય પરિબળો :
જાપાન ઝડપથી AI અપનાવી રહ્યું છે અને ૨૦૪૦ સુધીમાં લગભગ ૩ મિલિયનથી વધુ AI અને રોબોટિક્સ ક્ષેત્રના કર્મચારીઓની માંગ ઉભી થવાની સંભાવના છે. માઈક્રોસોફ્ટનું આ રોકાણ સ્થાનિક માંગ અને ટેક ઈકોસિસ્ટમના વિસ્તરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
વૈશ્વિક ટેક સેગમેન્ટમાં આ સમયમાં વોલેટિલિટી યથાવત રહી છે, પરંતુ AI આધારિત રોકાણની જાહેરાતોને કારણે મુખ્ય ટેક શેરોમાં પસંદગીયુક્ત ઉછાળો નોંધાયો છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં જાપાન તથા એશિયન ટેક સેક્ટરમાં માઈક્રોસોફ્ટના આ રોકાણના કારણે બુલિશ બાયસ જોવા મળી શકે છે. વધતા AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગથી ટેક સેક્ટરમાં મજબૂત પોઝિશનિંગની શક્યતા છે. જોકે વૈશ્વિક સાયબર સિક્યોરિટી અને જીઓપોલિટિકલ પરિબળો ટૂંકાગાળે સાવચેતીનો માહોલ જાળવી રાખી શકે છે.
રોકાણ રણનીતિ :
ટૂંકાગાળાના રોકાણકારો માટે ટેક સેક્ટરમાં સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી અનિવાર્ય રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલી તથા ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી રણનીતિ અપનાવવી ઉપયુક્ત રહેશે. AI અને ક્લાઉડ ક્ષેત્રની ક્વોલિટી કંપનીઓ આગામી દિવસોમાં મજબૂત પ્રદર્શન આપી શકે છે.




