HomeBusiness News - Rightફાઇનાન્સ ઍક્ટ ૨૦૨૬ અમલમાં : નવા ઇન્કમ ટેક્સ નિયમો અને સરચાર્જમાં ફેરફાર...

ફાઇનાન્સ ઍક્ટ ૨૦૨૬ અમલમાં : નવા ઇન્કમ ટેક્સ નિયમો અને સરચાર્જમાં ફેરફાર હવે લાગુ……!!!

ફાઇનાન્સ ઍક્ટ ૨૦૨૬ને રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ ૧ એપ્રિલથી નવા ઇન્કમ ટેક્સ નિયમો અને સરચાર્જ બંધારણ અમલમાં આવી ગયાં છે. બજેટ ૨૦૨૬-૨૭માં રજૂ કરાયેલા મુખ્ય નાણાકીય પ્રસ્તાવો હવે કાનૂની સ્વરૂપ ધારણ કરી ચૂક્યાં છે. આવક વર્ષ ૨૦૨૬-૨૭ માટે સરકારના આર્થિક અંદાજ યથાવત છે.

આ અધિનિયમ હેઠળ સરકારનું કુલ ખર્ચ રૂ. ૫૩.૪૭ લાખ કરોડ અને મૂડી ખર્ચ રૂ. ૧૨.૨ લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. કુલ ટેક્સ આવક રૂ. ૪૪.૦૪ લાખ કરોડનો અંદાજ છે તથા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) સામે નાણાકીય ખાધ ૪.૩% રાખવામાં આવી છે.

બજારના મુખ્ય પરિબળો :

સરચાર્જમાં કરાયેલા ફેરફારો બાદ બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાયબેક પરથી કેપિટલ ગેઇન પર લાગુ ૧૨% ફ્લેટ સરચાર્જથી શેરધારકોના ટેક્સ બોજમાં વધારો જોવા મળશે. અગાઉ આવક રૂ. ૫૦ લાખ સુધી સરચાર્જ નહોતો, જ્યારે રૂ. ૫૦ લાખથી ૧ કરોડ વચ્ચે ૧૦% સરચાર્જ લાગુ થતો હતો.

હાલમાં બજારમાં વોલેટિલિટી યથાવત છે અને ટેક્સ માળખામાં આ બદલાવથી કંપનીઓના બાયબેક નિર્ણયોમાં મર્યાદિત અસર થઈ શકે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને કરપોરેટ ક્ષેત્રમાં સાવચેતીનું વલણ નજરે પડે છે. બાયબેક પર વધારાના ટેક્ષેશનને કારણે ફંડ એલોકેશનમાં પણ પસંદગીયુક્ત ફેરફારો થઈ શકે છે. બીજી તરફ ડિફેન્સિવ સેક્ટર્સમાં તબક્કાવાર ખરીદી ચાલુ રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ મુખ્ય સેક્ટરલ ઇન્ડિકેટર્સ હાલ રેન્જ બાઉન્ડ ચાલમાં દેખાય છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન નજીક મજબૂત ક્લોઝિંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બજારમાં બુલિશ બાયસ મજબૂત નહીં બને. નીચેની તરફ સપોર્ટ લેવલ તૂટે તો ઘટાડાની શક્યતા યથાવત રહેશે.

રોકાણ રણનીતિ :

ટૂંકા ગાળાના રોકાણકારોએ આ ટેક્સ ફેરફારો વચ્ચે સાવચેતી રાખવી જોઈએ. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની નીતિ વધુ યોગ્ય રહેશે. પોઝિશન જાળવતી વખતે કડક સ્ટોપલોસ અનિવાર્ય છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં બજાર પર આ નીતિ પરિવર્તનોની મર્યાદિત અસર જણાઈ શકે છે. ખાસ કરીને બાયબેક આધારિત કંપનીઓના સ્ટોક્સમાં પસંદગીયુક્ત ધોવાણ શક્ય છે. કુલ આર્થિક દૃષ્ટિકોણ યથાવત રહેતાં બજાર રેન્જ બાઉન્ડ વલણ સાથે આગળ વધવાની સંભાવના છે.

Spread the love

Most Popular