March 31, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Tuesday, March 31, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightમાર્ચમાં ગોલ્ડ ઈટીએફમાંથી વૈશ્વિક ધોવાણ યથાવત…...!!!

માર્ચમાં ગોલ્ડ ઈટીએફમાંથી વૈશ્વિક ધોવાણ યથાવત……!!!

માર્ચ દરમિયાન વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણકારોના મોટા પાયે બહાર નીકળવાથી સોનાના બજારમાં વોલેટિલિટી યથાવત જોવા મળી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ દરેક ૧ ડોલરના ઇનફ્લો સામે ૨.૩ ડોલરનું આઉટફ્લો નોંધાયું, જે રોકાણકારોની વધતી સાવચેતીનો સંકેત આપે છે.

માર્ચમાં કુલ ૯.૧૨ બિલિયન ડોલરના ઇનફ્લો સામે ૨૧.૩૫ બિલિયન ડોલરનું આઉટફ્લો નોંધાયું હતું. ગોલ્ડની કિંમતમાં છેલ્લા એક મહિનામાં ૧૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે જાન્યુઆરી ૩૦ના સર્વકાલીન ઉચ્ચ સ્તર પછી કિંમતમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે.

બજારમાં આ પરિસ્થિતિ જીઓપોલિટિકલ તણાવ, ડોલર મજબૂતી અને ક્રૂડ ઓઈલના વધારા કારણે વધુ ગંભીર બની છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં ગોલ્ડ માર્કેટમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધપ્રસંગો, બેન્કો દ્વારા ગોલ્ડ રિઝર્વ વેચવાના ભય અને વૈશ્વિક વ્યાજદર વધારાની ચિંતાઓ ગોલ્ડને દબાણમાં રાખી રહી છે.

ડોલર મજબૂતીને કારણે ગોલ્ડની આંતરરાષ્ટ્રીય માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો મોંઘવારીના ભયને વધુ ઊંડો કરી રહ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ગોલ્ડ સેક્ટરમાં છેલ્લા ચાર અઠવાડિયામાં સતત આઉટફ્લો નોંધાયો છે. ઉત્તર અમેરિકા અને યુરોપમાં નેટ આઉટફ્લો અનુક્રમે ૧.૨૩ બિલિયન અને ૦.૪૦ બિલિયન ડોલર રહ્યો. બીજી તરફ એશિયા ક્ષેત્રે ૧૩.૨૯ બિલિયન ડોલરનો નેટ ઇનફ્લો નોંધાયો છે.

ચીન અને ભારત ગોલ્ડ ઈટીએફમાં સૌથી મોટા ઇનફ્લો ધરાવતા દેશો રહ્યા છે. ચીનમાં ૭.૯૩ બિલિયન ડોલર અને ભારતમાં ૩.૧૩ બિલિયન ડોલરનું ઇનફ્લો નોંધાયું છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ગોલ્ડ માટે નીચેની તરફ મજબૂત સપોર્ટ લેવલ ૪૪૫૦ ડોલર નજીક જોવા મળી રહ્યો છે. ઉપરની તરફ ૪૬૦૦ ડોલરનો રેઝિસ્ટન્સ ઝોન ગોલ્ડમાં બ્રેકઆઉટને રોકી રહ્યો છે.

વોલેટિલિટી વધતી રહેતાં ગોલ્ડમાં બેરિશ બાયસ યથાવત છે અને મજબૂત ક્લોઝિંગ વિના ભાવમાં સ્થિરતા આવતી દેખાતી નથી.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો અભિગમ યોગ્ય છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી રહેશે. ગોલ્ડમાં પેનિક સેલિંગથી દૂર રહેવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ગોલ્ડ બજાર રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે. અમેરિકા-ઇરાન તણાવ, ડોલર ઇન્ડેક્સની દિશા અને ક્રૂડ ઓઈલના ભાવો ગોલ્ડના આગળના ટ્રેન્ડને નક્કી કરશે. BMI મુજબ ૨૦૨૬ માટે ગોલ્ડનો સરેરાશ ભાવ ૪૬૦૦ ડોલર આસપાસ રહેવાની ધારણા યથાવત છે.

Spread the love

Most Popular