ચેનાઈ આધારિત પૃથ્વી એક્સચેન્જે જણાવ્યું છે કે કંપની હવે પોતાના બ્રાન્ડ હેઠળ ફોરેક્સ કાર્ડ રજૂ કરવાની યોજના ધરાવે છે. હાલ કંપની આઈસીઆઈસીઆઈ તથા ઈન્ડસઈન્ડ બેંકના કાર્ડનું અધિકૃત રિસેલિંગ કરે છે, પરંતુ ક્વાર્ટર ૧ એફવાય૨૭ સુધીમાં પોતાના કાર્ડ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પવન કાવડએ જણાવ્યું કે પોતાની બ્રાન્ડ હેઠળ કાર્ડ ઇશ્યૂ કરવાથી પ્રાઈસિંગ પર પૂરો નિયંત્રણ રહેશે અને બેંકના વધારાના માર્કઅપમાંથી મુક્તિ મળશે.
કંપની વિશે :
પૃથ્વી એક્સચેન્જ હાલમાં ૩૨ ફિઝિકલ સ્ટોર દ્વારા મેટ્રો શહેરો સાથે કોયમ્બતુર, ત્રિચી, ઈન્દોર, લકનૌ, સુરત, ચંદીગઢ અને ભુવનેશ્વર જેવા શહેરોમાં સેવા આપી રહી છે. કંપનીની આવકમાં લગભગ ૫૦ ટકા કરન્સી ટ્રાંઝેક્શન, ૩૦ ટકા ફોરેક્સ કાર્ડ વેચાણ અને ૧૬ ટકા રેમિટન્સ સેવા દ્વારા આવે છે.
કાવડના જણાવ્યા મુજબ ડિજિટલ પેમેન્ટમાં ઉછાળો યથાવત રહ્યો છે, છતાં વિદેશ પ્રવાસ દરમિયાન રોકડની માંગ મજબૂત છે કારણ કે સર્વર સમસ્યાઓ કે સ્થાનિક કાર્ડ રીડર ન ચાલે તેવી પરિસ્થિતિમાં રોકડ રાખવું ગ્રાહકોને માનસિક સુરક્ષા આપે છે.
બજારના મુખ્ય પરિબળો :
પોસ્ટ-કોરોના સમયમાં વિદેશ પ્રવાસ વધુ સરળ બન્યો છે અને ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પ્રવાસ જેટલો ખર્ચાળ રહ્યો છે, જેના કારણે ફોરેક્સ ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો હતો. જોકે તાજેતરના જીઓપોલિટિકલ તણાવને કારણે ટ્રાવેલ અને ફોરેક્સ માર્કેટમાં હાલ મર્યાદિત ગતિ યથાવત રહી છે.
રોકાણ રણનીતિ :
ફોરેક્સ તથા કરન્સી સર્વિસ પ્રોદાતાઓના બિઝનેસમાં વોલેટિલિટી ચાલુ છે, જેના કારણે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ હાલ યોગ્ય ગણાય છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં પૃથ્વી એક્સચેન્જના સ્વદેશી ફોરેક્સ કાર્ડ માર્કેટમાં પ્રવેશથી કંપનીને મજબૂત માર્જિન અને પ્રાઈસિંગ પર વધુ નિયંત્રણ મળી શકે છે. ફોરેક્સ માર્કેટ રેન્જ બાઉન્ડ વલણ સાથે આગળ વધી શકે છે, જ્યારે વૈશ્વિક તણાવથી વોલેટિલિટી વધવાની શક્યતા યથાવત છે.






