March 26, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, March 26, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightએરટેલ આફ્રિકા માં નેતૃત્વ પરિવર્તન : સુનીલ મિત્તલ જુલાઈમાં પદ છોડશે, ગોપાલ...

એરટેલ આફ્રિકા માં નેતૃત્વ પરિવર્તન : સુનીલ મિત્તલ જુલાઈમાં પદ છોડશે, ગોપાલ વિત્તલ સંભાળશે જવાબદારી…!!!

એરટેલ આફ્રિકાએ પોતાના બોર્ડમાં મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરી છે. સુનીલ મિત્તલ જુલાઈમાં થનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પછી ચેરપર્સન પદેથી અલગ થશે, જ્યારે ગોપાલ વિત્તલને નૉન-એગ્ઝિક્યુટિવ ચેર તરીકે નિયુક્ત કરવામાં આવશે.

કંપનીએ જણાવ્યું છે કે સુનીલ મિત્તલએ ૨૦૧૯માં લિસ્ટિંગ બાદથી બોર્ડનું નેતૃત્વ સંભાળ્યું હતું. એરટેલ આફ્રિકા હાલમાં ૧૪ દેશોમાં મોબાઇલ વૉઇસ, ડેટા અને મની સર્વિસ પૂરી પાડે છે.

કંપની વિશે :

કંપનીના નિવેદન મુજબ, ગોપાલ વિત્તલને મુખ્ય શેરહોલ્ડરના નામાંકન પરથી બોર્ડના નૉન-એગ્ઝિક્યુટિવ ચેર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ઓક્ટોબર ૨૦૨૪થી નૉન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાયા હતા અને હાલમાં GSMAના બોર્ડ ચેર તરીકે પણ સેવા આપી રહ્યા છે.

આ નિયુક્તિ સાથે શ્રાવિન ભારતી મિત્તલને ડેપ્યુટી ચેર તરીકે સ્થાન અપાશે, જેથી ફાઉન્ડિંગ ફેમિલીનું જોડાણ યથાવત રહેતો રહેશે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં કંપનીના નેતૃત્વ પરિવર્તન સંબંધિત જાહેરાત બાદ એરટેલ ગ્રુપના શેરોમાં મર્યાદિત વોલેટિલિટી જોવા મળી. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને ટેલિકોમ ક્ષેત્રમાં પસંદગીયુક્ત ધોવાણ યથાવત રહ્યો છે, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ટેલિકોમ સેક્ટરમાં છેલ્લા કેટલાક દિવસોથી મર્યાદિત ઉછાળો અને ઘટાડો ચાલુ રહ્યો છે. ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગના કારણે નફારૂપી વેચવાલી જોવા મળે છે, જયારે ઘટાડે તબક્કાવાર ખરીદીનો પ્રવાહ યથાવત રહ્યો છે. ઈન્ડસ્ટ્રી પ્લેયરોના નેતૃત્વમાં થતા ફેરફારોને રોકાણકાર ખાસ નિહાળી રહ્યા છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં એરટેલ આફ્રિકામાં થતાં આ નેતૃત્વ પરિવર્તનને કારણે શેરમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ રહેવાની શક્યતા છે. લાંબા ગાળાના દૃષ્ટિકોણથી કંપનીનો બિઝનેસ મોડેલ મજબૂત ગણાય છે, પરંતુ ટૂંકા ગાળામાં મોટા બ્રેકઆઉટની સંભાવના મર્યાદિત છે. રોકાણકારો માટે ક્વોલિટી પોઝિશન જાળવી રાખવી એક સંતુલિત રણનીતિ બની શકે છે.

Spread the love

Most Popular