HomeBusiness News - Rightએમસીએક્સ સોનામાં મોટો ઘટાડો, ચાંદીમાં સતત ધોવાણ…...!!!

એમસીએક્સ સોનામાં મોટો ઘટાડો, ચાંદીમાં સતત ધોવાણ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં એમસીએક્સ સોવું અને ચાંદીમાં સતત ધોવાણ યથાવત રહ્યું છે. વધતા યુ.એસ. બોન્ડ યિલ્ડ, મજબૂત ડોલર અને વેસ્ટ એશિયાના તણાવને કારણે કિંમતી ધાતુઓમાં દબાણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

ગયા એક અઠવાડિયામાં સોનામાં આશરે ૮ ટકા ઘટાડો અને ચાંદીમાં લગભગ ૧૨ ટકા સુધી ધોવાણ નોંધાતા બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :

• વેસ્ટ એશિયામાં તણાવ વચ્ચે ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો, જેના કારણે ઈન્ફ્લેશનની ચિંતામાં વધારો થયો છે.
• યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની સંભાવના મજબૂત બનતા ડોલર વધુ મજબૂત થયો છે, જેના કારણે સોવું–ચાંદીમાં બેરિશ બાયસ યથાવત રહ્યો છે.
• યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઇંગ્લેન્ડ પણ રેટ વધારવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે, જે વૈશ્વિક બજાર સેન્ટિમેન્ટને દબાણ હેઠળ રાખે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ એમસીએક્સ ગોલ્ડ ૯-વીક ઈ.એમ.એ.ની નીચે સરક્યું છે, જે સ્પષ્ટ બેરિશ બાયસ દર્શાવે છે. હાલનું લેવલ ₹૧,૪૪,૮૦૦ આસપાસ છે અને સપોર્ટ લેવલ નબળું થતા વોલેટિલિટી વધવાની શક્યતા છે.
એમસીએક્સ સિલ્વર ₹૨,૨૭,૪૦૦ના સ્તર નજીક ટ્રેડ થઈ રહ્યું છે અને સતત ચાર અઠવાડિયાથી ઘટાડો યથાવત છે. આર.એસ.આઈ. ૬૦ની નીચે જતા મોમેન્ટમ નબળું દેખાઈ રહ્યું છે.

કોમેક્સ ગોલ્ડમાં પણ ૧૦ ટકા કરતા વધુ ઘટાડો નોંધાયો છે અને ભાવ ₹૪,૫૦૦ ડોલરની નીચે ક્લોઝ થયો છે. કોમેક્સ સિલ્વર ₹૭૦ ડોલરની નીચે સરકતાં બેરિશ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી અનુકૂળ.
• ઘટાડે તબક્કાવાર ખરીદી ફક્ત ટેકનિકલ સપોર્ટ લેવલ પર વિચારવી.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી.
• વધતી વોલેટિલિટી વચ્ચે ઓવર ટ્રેડિંગથી દૂર રહેવું યોગ્ય.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં સોવું–ચાંદીનું વલણ રેન્જ બાઉન્ડ થી નેગેટિવ રહી શકે છે. જો વેસ્ટ એશિયાનો તણાવ વધુ સમય યથાવત રહે તો વૈશ્વિક ઈન્ફ્લેશનમાં વધારો થવાની શક્યતા છે, જે કિંમતી ધાતુઓ માટે લાંબા ગાળે મર્યાદિત સપોર્ટ પૂરું પાડશે. હાલ રેઝિસ્ટન્સ લેવલ સોનામાં ₹૧,૫૨,૦૦૦ અને ચાંદીમાં ₹૨,૬૦,૦૦૦ આસપાસ છે.

Spread the love

Most Popular