May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendભારતીય બજેટ વાસ્તવિકતાથી દુર...દૂરદર્શી ...!!!

ભારતીય બજેટ વાસ્તવિકતાથી દુર…દૂરદર્શી …!!!

સામાન્ય રીતે બજેટમાં લોકોની કેટલીક આશાઓ અને અપેક્ષાઓ સંકળાયેલી હોય છે અને આ ટૂંકા ગાળે પ્રાપ્ત થાય ત્યારે બજેટને સફળ માનવામાં આવતું હોય છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા આર્થિક વિકાસ ગતિ જાળવી રાખવા તેમજ યુએસ ટેરિફ જેવા વૈશ્વિક વેપારના તણાવથી અર્થતંત્રને બચાવવા માટે નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું પરંતુ સ્થાનિક અને વૈશ્વિક તણાવો વચ્ચે વાસ્તવિકતાથી દુર એટલે કે દૂરદર્શી અભિગમ ધરાવતું બજેટ તરીકે ગણી શકાય જેમાં ટૂંકાગાળાની અપેક્ષા, નિરાશા સાથે લાંબાગાળાની દિશા બની ગઈ.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ 2026 રજૂ કર્યું. બજેટના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો, જે દર્શાવે છે કે બજેટથી રોકાણકારોની અપેક્ષા સંપૂર્ણ રીતે સંતોષાઈ નથી. સેન્સેક્સ એક સમયે અંદાજીત 2300 પોઈન્ટ અને નિફ્ટી પણ અંદાજીત 600 પોઈન્ટથી વધુથી ઘટીને બજારમાં થોડી રિકવરી જોવા મળી. મુદ્દાસર જોઈએ તો,

  • ઇન્કમ ટેક્સ : મધ્યમ વર્ગ માટે નિરાશા

બજેટ ૨૦૨૬ માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ મોટી જાહેરાત ન થતાં મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગ થોડો નિરાશ થયો છે. મોંઘવારી અને ખર્ચ વધતા હોવા છતાં ટેક્સમાં રાહત ન મળવી એ રોકાણકારો માટે સૌથી મોટી કમજોરી ગણાઈ રહી છે.

  • કસ્ટમ ડ્યૂટીમાં રાહત : ઉદ્યોગોને પ્રોત્સાહન

17 કેન્સર વિરોધી દવાઓ, SEZમાં બનેલા માલ, સંરક્ષણ ક્ષેત્ર અને વિમાન રિપેરિંગ માટેના કાચા માલ પર સરકાર દ્વારા કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપી હેલ્થકેર, ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે સકારાત્મક પગલા ગણી શકાય.

  • ટેક્સટાઇલ ક્ષેત્ર પર ખાસ ધ્યાન

રાષ્ટ્રીય ફાઈબર યોજના, ટેકસટાઇલ રોજગાર યોજના, રાષ્ટ્રીય હસ્તકલા કાર્યક્રમ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં સરકારના પગલાંથી ગ્રામિણ રોજગાર અને એક્સપોર્ટમાં વધારો થવાની શક્યતા છે.

  • કરદાતાઓ માટે પ્રક્રિયાત્મક રાહત

કરદાતાઓ માટે મોટી રાહત  ITR રિવાઈઝ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરાઈ છે, ITR-1 અને ITR-2 માટે છેલ્લી તારીખ 31 જુલાઈ અને ટ્રસ્ટ તથા નોન-ઓડિટ બિઝનેસ માટે 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. આ ફેરફારોથી ટેક્સ કમ્પ્લાયન્સ સરળ બનશે.

  • વિદેશી રોકાણને આકર્ષવા પ્રયાસ

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે બાયબેક કેપિટલ ટેક્સનો પ્રસ્તાવ અને બોન્ડેડ ઝોનમાં મેન્યુફેક્ચરિંગ માટે નોન-રેસિડેન્ટ્સને 5 વર્ષ સુધી આવકવેરામાં છૂટ આપવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે.

  • શિક્ષણની નવી દિશા : કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ

દેશભરની અંદાજીત ૧૫૦૦૦ સ્કૂલો અને ૫૦૦ કોલેજોમાં ડિજિટલ સ્કિલ્સ, ક્રિએટિવ ટેકનોલોજી અને રોજગારક્ષમતા આપવા કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવાની જાહેરાત ભવિષ્યલક્ષી આવકારદાયક છે.

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર : જળમાર્ગ અને રેલ કોરિડોર

પાંચ વર્ષમાં અંદાજીત ૨૦ નવા જળમાર્ગ, વારાણસી અને પટનામાં શિપ રિપેર સુવિધા અને અંદાજીત ૭ નવા હાઇ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાતથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ મળશે.

  • ખેડૂતો માટે ‘ભારત વિસ્તાર’ AI ટૂલ

પાક આયોજન, હવામાન આગાહી અને બજાર ભાવ અંગે માહિતી મેળવવા ખેડૂતો માટે બહુભાષી AI આધારિત ‘ભારત વિસ્તાર’ ટૂલ ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો એક દૂરદર્શી પ્રયાસ છે. જેમાં ખેડૂતોના જોખમ ઘટશે અને આવક વધારવામાં મદદ મળશે.

  • આયુર્વેદ, ગ્રામિણ વિકાસ અને મહિલા સશક્તિકરણ

ત્રણ નવા ઓલ ઈન્ડિયા આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના, એક જિલ્લો એક ઉત્પાદન અને મહિલાઓ માટે SHE માર્ટ જેવી યોજનાઓ દ્વારા સરકાર ગ્રામિણ અર્થતંત્ર અને મહિલા સશક્તિકરણ પર વધારે ભાર મૂકી રહી છે.

  • ભારતીય શેરબજાર :

ભારતીય શેરબજારમાં ડેરીવેટીવ ફ્યુચર્સ ટ્રેડીંગ પર STT 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો, જે ટ્રેડીંગ વોલ્યુમ પર ભારે અસર કરશે  અને મૂડી બજારના શેરોમાં તીવ્ર ઘટાડો નોંધાવાની શક્યતા છે.

  • સારાંશ
    બજેટ 2026 મધ્યમ અને રોકાણકાર વર્ગ માટે નિરાશાજનક પરંતુ ખેડૂતો, ગ્રામિણ અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના વિકાસ માટે દિશાદર્શક છે. આ બજેટ “તાત્કાલિક રાહત” કરતા “ભવિષ્યના પાયાં”ને મજબૂત કરવાનો એક દૂરદર્શી પ્રયાસ કરે છે.

Nikhil Bhatt
Business Editor
Investment Point

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in
Spread the love

Most Popular