May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૦૭ સામે ૮૨૩૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૪૭૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૩૭ પોઈન્ટ બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૪૯ સામે ૨૫૩૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૭૯ પોઈન્ટ બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગાર પર આવી ગયું હોવાના સ્પષ્ટ એંધાણે યુરોપ વિરૂધ્ધ અમેરિકા અને વિશ્વના અનેક દેશો વૈશ્વિક અર્થતંત્ર અને બજારોને ભયાનક કટોકટીમાં ધકેલી દેશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું હોઈ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વેચવાલીએ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.લોકલ ફંડો, મહારથીઓએ સિલેક્ટિવ શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપ્યા છતાં ઉછાળે વિદેશી ફંડોએ પોર્ટફોલિયોમાં પડેલા શેરો ઓફલોડ કરવાનું ચાલુ રાખ્યું હતું.ડહોળાયેલા સેન્ટીમેન્ટ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડો પર રિડમ્પશન દબાણ આવ્યાની અને એના કારણે ફંડોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં ઘણા શેરો તૂટતાં જઈ આજે અપેક્ષિત મોટી વેચવાલી બતાવી હતી. માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઈ હતી. 

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિદેશી ભંડોળના સતત બહાર નીકળવાના કારણે શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો, જ્યારે ફેડરલ રિઝર્વ ૨૭-૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ તેની આગામી નીતિ બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખે તેવી અપેક્ષા છે. ગ્રીનલેન્ડ પર યુરોપ સામે ટેરિફ ધમકીઓ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ નરમ પાડ્યા પછી, બીજા વેપાર યુદ્ધની આશંકા ઓછી થઈ હોવા છતાં, નબળા સ્થાનિક ઇક્વિટી પર રૂપિયો વધુ ઘટ્યો.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૧.૬૦ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે ગુરુવારે તેના અગાઉના બંધ ૯૧.૫૮ થી ૨ પૈસા નબળું છે. ચલણ અનુક્રમે ૯૧.૬૪ અને ૯૧.૪૧ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૯% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર કોમોડીટી, એનર્જી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને સર્વિસીસ સેક્ટરમાં અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૮૪ અને વધનારની સંખ્યા ૧૩૨૫ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે વોલ્ટાસ લીમીટેડ ૧.૪૭%,ટેક મહિન્દ્રા ૦.૬૫%,ઈન્ફોસીસ લીમીટેડ ૦.૨૯,સન ફાર્મા ૦.૧૦%,એચસીએલ ટેકનોલોજી ૦.૦૨% વધ્યા હતા,જ્યારે મુખ્યત્વે અદાની ગ્રીન ૧૪.૨૯%,અદાની પોર્ટસ ૭.૨૦%,લોધા ૫.૦૩%,સિપ્લા ૩.૮૧%,એક્સીસ બેંક ૩.૦૫%,હવેલ્લ્સ ૧.૯૨%,ભારત ફોર્જ ૧.૬૯%,લ્યુપીન ૧.૩૨%,જીન્દાલ સ્ટીલ ૧.૧૧%,ગ્રાસીમ ૧.૦૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આઈએમએફ અને વર્લ્ડ બેન્ક જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં કરવામાં આવેલો નોંધપાત્ર વધારો ભારતીય શેરબજાર માટે સ્પષ્ટ રીતે હકારાત્મક માહોલ સર્જે છે. અર્થતંત્રની અપેક્ષા કરતાં વધુ સારી કામગીરી, મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ, ઊંચું પ્રાઇવેટ કન્ઝમ્પ્શન અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કેપેક્સ પર કરવામાં આવી રહેલા ખર્ચના કારણે કોર્પોરેટ કમાણીમાં સતત સુધારો જોવા મળી શકે છે. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ મજબૂત રહેવાની શક્યતા છે, જ્યારે કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ, પાવર અને કન્ઝમ્પ્શન આધારિત સેક્ટરો લાંબા ગાળે માર્કેટના લીડર બની શકે છે. આ સાથે સર્વિસ અને ટેક્નોલોજી સેક્ટરમાં એઆઈ અને ડિજિટલાઈઝેશનના કારણે નવી તકો ઊભી થતી દેખાય છે, જે બજારને સપોર્ટ આપશે.

બીજી તરફ, ટૂંકા ગાળે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે બજારમાં વોલેટિલિટી રહેવાની શક્યતા નકારી શકાતી નથી. યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ, વૈશ્વિક ફુગાવો, જીઓ-પોલિટિકલ તણાવ અને ટ્રેડ પોલિસીમાં થતા ફેરફારોની અસર ભારતીય માર્કેટ પર સમયાંતરે જોવા મળી શકે છે. તેમ છતાં, સ્થિર મેક્રો આર્થિક પરિસ્થિતિ, નિયંત્રિત ફુગાવો, આરબીઆઈ તરફથી સંતુલિત મોનિટરી સપોર્ટ અને મજબૂત વિદેશી તથા સ્થાનિક રોકાણ પ્રવાહોને ધ્યાનમાં લઈએ તો કોઈ પણ કરેકશન મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ બની શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા સાવચેત આશાવાદીથી મજબૂત દેખાય છે, જ્યાં સમય સાથે પસંદગીયુક્ત શેરોમાં અપટ્રેન્ડ જળવાઈ રહેવાની સંભાવના વધુ છે અને ભારતની સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી બજારને લાંબા ગાળે ટેકો આપતી રહેશે.

નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular