May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૬૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૬૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૦૬૩ સામે ૮૪૬૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૬૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૯૬૧ પોઈન્ટ બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૮૫ સામે ૨૬૨૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૧૮૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૧૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૨૩૭ પોઈન્ટ બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાના વેનેઝુએલા પર કબજાને લઈ વિશ્વભરના ટ્રમ્પ સરકાર પર ફીટકાર અને યુનાઈટેડ નેશન્સની મીટિંગમાં પણ અમેરિકા સામે આકરાં વલણના સંકેત અને હવે અમેરિકા દ્વારા ઈરાન, ગ્રીનલેન્ડ સહિતમાં હસ્તક્ષેત્રની તૈયારીના અહેવાલોએ  જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સતત બીજા દિવસે ફંડોનું ઓફલોડિંગ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રશીયાના ઓઈલની ખરીદી ચાલુ હોવાના અને ત્રણ ક્રુડ ઓઈલના જહાજો ભારત પહોંચવાની તૈયારીના અહેવાલો અને કંપની દ્વારા આ અહેવાલના ખંડન વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હેમરિંગ પાછળ ઈન્ડેક્સ બેઝડ મોટું ધોવાણ થયું હતું. આ સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી.સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાળા બાદ રિકવરી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આરંભમાં વ્યાપક વેચવાલી બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરતાં કેટલાક શેરોમાં રિકવરી જોવાઈ હતી.અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે પણ વધુ રહી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો, જેને નબળા અમેરિકન ચલણ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડાનો ટેકો મળ્યો. રોકાણકારો શુક્રવારે આવનારા ડિસેમ્બરના રોજગાર અહેવાલ સહિત મુખ્ય યુએસ આર્થિક પ્રકાશનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના દૃષ્ટિકોણ પર વધુ સંકેતો આપી શકે છે. જોકે, વિદેશી ભંડોળના આઉટફ્લો, નવી ટેરિફ-સંબંધિત ચિંતાઓ અને વેનેઝુએલામાં ભૂ-રાજકીય તણાવને કારણે કેટલાક લાભ મર્યાદિત રહ્યા. વિનિમય ડેટા દર્શાવે છે કે મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૧૦૭.૬૩ કરોડના મૂલ્યના ઇક્વિટી વેચ્યા.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૮૯.૯૫ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે મંગળવારે તેના અગાઉના બંધ ૯૦.૧૮ થી ૨૩ પૈસા વધુ મજબૂત છે. ચલણ અનુક્રમે ૯૦.૨૩ અને ૮૯.૭૫ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઘટાડો જોવા મળ્યો છે. મંગળવાર સુધી સોના-ચાંદીના ભાવમાં જોવા મળેલી જોરદાર તેજી પર બુધવારે અચાનક જ બ્રેક લાગી ગઈ છે અને બજારમાં મોટો કડાકો બોલી ગયો છે. બે દિવસની તોફાની તેજી બાદ, ચાંદીના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ કિલો ₹૫૦૦૦થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સોનામાં પણ ₹૧૧૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩%  ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર બેંક, એફએમસીજી, હેલ્થકેર,કન્ઝ્યુમર ડયુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૬ અને વધનારની સંખ્યા ૨૧૦૪ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં લ્યુપીન લીમીટેડ ૨.૭૫%,એચસીએલ ટેકનોલોજી ૨.૨૩%,ગ્લેનમાર્ક ફાર્મા ૧.૮૦%,ઈન્ફોસીસ ૧.૬૭%,ટેક મહિન્દ્રા ૧.૬૭%,સન ફાર્મા ૧.૦૮%,ભારત ફોર્જે ૦.૬૭%,ઓરબિંદો ફાર્મા ૦.૩૪%,એક્સીસ બેંક ૦.૧૨% વધ્યા હતા,જ્યારે સિપ્લા ૪.૪૯%,એસબીઆઈ કાર્ડ્સ ૧.૪૯%,એચડીએફસી બેંક ૧.૪૮%,એસબીઆઈ ૧.૧૯%,ગ્રાસીમ ૧.૦૯%,ભારતી ઐરટેલ ૧.૦૭%,કોલ્પાલ ૦.૯૫%,હવેલ્લ્સ ઇન્ડિયા ૦.૭૪%,જીન્દાલ સ્ટીલ ૦.૬૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોની સાથે ભારતીય શેર બજારોમાં નવી રેકોર્ડ ઊંચાઈ જોવાઈ રહી છે.વર્ષ ૨૦૨૫ની વિદાય  બાદ વર્ષ ૨૦૨૬ની શરૂઆત પોઝિટીવ થઈ છે.અલબત જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.

ડિસેમ્બર મહિનામાં મેન્યુફેકચરીંગ પ્રવૃતિ ધીમી પડી હોઈ ઘરઆંગણે ઉત્પાદન વૃદ્વિને પ્રોત્સાહન આપવા વધુ પગલાં અપેક્ષિત છે. વર્ષ ૨૦૨૫માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના અવિરત રોકાણ પ્રવાહના જોરે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ મજબૂતી જળવાઈ છે, પરંતુ ફોરેન ફંડોના સતત વેચાણ અને ઘણી કંપનીઓના શેરોમાં વેચીને એક્ઝિટ લેવાના વલણે ઘણા શેરોમાં ભાવો તૂટતાં જોવાયા છે. વર્ષ ૨૦૨૬માં ફોરન ફંડો ફરી નીચા ભાવોએ ખરીદદાર બનશે એવી અપેક્ષા અને કેન્દ્રિય બજેટની અપેક્ષિત જોગવાઈઓ ફરી શેરોમાં વ્યાપક તેજીને સંચાર કરશે એવી અપેક્ષા છે. આ સાથે હવે કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બરના અંતની ત્રીજા ત્રિમાસિકની શરૂ થનારી સીઝનના પરિણામો સાથે બજારમાં બોટમફિશિંગ શરૂ થાય એવી શકયતા જોવાઈ રહી છે.  

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular