રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૧.૨૦૨૬ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૪૩૯ સામે ૮૫૩૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૯૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૦૬૩ પોઈન્ટ બંધ થયેલ.
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૩૧ સામે ૨૬૩૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૨૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૧૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૧૩૫ પોઈન્ટ બંધ થયેલ.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખનું અપહરણ કરી લઈ દેશ પર કબજો જમાવતાં અને અન્ય દેશોને પણ આવી ધમકી આપીને ડોનાલ્ડ ટ્રમ્પે હવે રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ નહીં કરવા પર ભારતને ટેરિફમાં વધારો કરવાની ચીમકી આપતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. ફંડોએ ભારતીય ઓઈલ-ગેસ કંપનીઓ ઓએનજીસી સહિતને વેનેઝુએલામાં તખ્તા પલ્ટાથી ફાયદો થવાની અપેક્ષા સામે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવો વધવાની ધારણાએ અને અમેરિકાની જોહુકમી વધી રહી હોઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં શેરોમાં નવી મોટી ખરીદીથી દૂર વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું.
અલબત મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની ખરીદીએ આરંભિક ઈન્ડેક્સ બેઝડ મજબૂતી બતાવ્યા બાદ બજાર ફસકી પડયું હતું. ખાસ ટ્રમ્પની ટેરિફ વધારાની ચીમકીએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને ફાઈનાન્સ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ થયું હતું. અમેરિકાના ડેવલપમેન્ટ અને બ્રોકિંગ હાઉસોએ આઈટી શેરોને ડાઉનગ્રેડ કરતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફંડોનું વ્યાપક સેલિંગ થયું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાળા બાદ રિકવરી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આરંભમાં વ્યાપક વેચવાલી બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરતાં કેટલાક શેરોમાં રિકવરી જોવાઈ હતી. અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે પણ વધુ રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વેનેઝુએલામાં અમેરિકન લશ્કરી કાર્યવાહીથી બજારની ચિંતા ઓછી થવાથી વિદેશી બજારો સામે અમેરિકન ચલણ નબળું પડ્યું હોવાથી મંગળવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો,જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ફેડ અધિકારીઓની નિરાશાજનક ટિપ્પણીઓએ પણ રૂપિયાની ભાવનાને ટેકો આપ્યો હતો. રોકાણકારો હવે નાણાકીય નીતિના દૃષ્ટિકોણ પર સંકેતો માટે આ અઠવાડિયે મુખ્ય યુએસ આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા છે. જોકે, ભારત પર ટેરિફ, વિદેશી ભંડોળના પ્રવાહ અને નબળા સ્થાનિક ઇક્વિટી અંગેના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોએ રૂપિયામાં તીવ્ર વધારો મર્યાદિત કર્યો છે. આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૦.૧૮ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે સોમવારે તેના અગાઉના બંધ ૯૦.૩૦ થી ૧૨ પૈસા વધુ મજબૂત છે. ચલણ અનુક્રમે ૯૦.૨૪ અને ૯૦.૦૮ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.
ચાંદીની કિંમતમાં ફરી ભારે તેજી જોવા મળી હતી. આજે ચાંદીના ભાવ ફરી અઢી લાખ રૂપિયાને પાર જતાં રહ્યા છે. ડિસેમ્બર મહિનાથી ચાંદીની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આજે એમસીએક્ક્ષ પર ચાંદીની કિંમત ફરી અઢી લાખ રૂપિયાને ઓપયર જતી રહી છે.૧ કિલો ચાંદીની કિંમત ૨,૫૦,૧૧૨ રૂપિયા હતી. ચાંદીની કિંમતમાં આશરે ૪ હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. જોકે તે ચાંદી જેટલી નથી. આજે સોનાની કિંમતમાં વધારો નોંધાયો.
સેક્ટર મુવમેન્ટ… સેન્સેક્સ,નિફટી બેઝડ મોટી વેચવાલી સાથે ઘણા શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. ફંડોની હેલ્થકેર, કેપિટલ ગુડઝ-પાવર,બેંકિંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને વિરામ આપીને આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૨૧ અને વધનારની સંખ્યા ૧૬૫૯ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ વેચવાલી સાથે ઘણા શેરોમાં નરમાઈએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.જ્યારે ૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે લ્યુપીન લીમીટેડ ૩.૯૫%,હવેલ્લ્સ ઇન્ડિયા ૩.૬૫%,ટાટા કન્ઝ્યુમર ૨.૫૭%,એસબીઆઈ કાર્ડ્સ ૨.૨૩%,ઓરબિંદો ફાર્મા ૨.૧૪%,ગ્લેનમાર્ક ફાર્મા ૨.૦૭%,એચસીએલ ટેકનોલોજી ૧.૧૦%,બીએસઈ ૦.૯૨%,સિપ્લા ૦.૮૯%,વોલ્ટાસ ૦.૭૭%,ગ્રાસીમ ૦.૫૪% વધ્યા હતા,જ્યારે કોટક મહિન્દ્રા બેંક ૨.૦૯%,અદાની પોર્ટસ ૧.૨૦%,લોધા ૧.૦૧%,અદાની ગ્રીન ૦.૯૯%,જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૬૮%,ભારત ફોર્જ ૦.૫૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં આશંકા હતી કે સોનું અને ચાંદી બંનેમાં તેજી આવશે. રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ માટે સોનું અને ચાંદી પર વધારે ભરોસો કરશે. બીજી તરફ ચીને ચાંદીની નિકાસના નિયમો કડક કર્યા છે. જેના કારણે પણ ચાંદીની કિંમત પર અસર થઈ છે. સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં મેન્યુફેકચરીંગ પ્રવૃતિ ધીમી પડી હોઈ ઘરઆંગણે ઉત્પાદન વૃદ્વિને પ્રોત્સાહન આપવા વધુ પગલાં અપેક્ષિત છે.વર્ષ ૨૦૨૬માં ફોરન ફંડો ફરી નીચા ભાવોએ ખરીદદાર બનશે એવી અપેક્ષા અને કેન્દ્રિય બજેટની અપેક્ષિત જોગવાઈઓ ફરી શેરોમાં વ્યાપક તેજીને સંચાર કરશે એવી અપેક્ષા છે. આ સાથે હવે કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બરના અંતની ત્રીજા ત્રિમાસિકની શરૂ થનારી સીઝનના પરિણામો સાથે બજારમાં બોટમફિશિંગ શરૂ થાય એવી શકયતા જોવાઈ રહી છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







