May 10, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Sunday, May 10, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૪૦૮ સામે ૮૫૨૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૯૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૦૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૭૩ સામે ૨૬૧૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૪૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૦૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારમાં અસ્થિર ચાલ જોવા મળી હતી. ક્રિસમસ બાદ શેર બજારોમાં હોલી-ડે મૂડ અને અમેરિકામાં ટ્રમ્પ સરકારે એચ૧બી વીઝા માટેની લોટરી સિસ્ટમ બંધ કરતાં વૈશ્વિક આઈટી ઉદ્યોગ સાથે ભારતીય આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે ચિંતાએ ફંડોનું આઈટી શેરો પાછળ પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું.તેજીને વિરામ સાથે ઘણા શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયા છતાં ઘણા શેરોમાં નફો ઘરભેગો કરવાના માનસે ભાવો ઘટતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી.

ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટે  બજાર હોલી-ડે મૂડમાં આવી ગયું હોય એમ સેક્ટરલ ઘણા શેરોમાં નિરસતા છવાઈ હતી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ચાઈનાથી ચીપની આયાત પર પણ ટેરિફ વધારવાના આપેલા સંકેતને લઈ આજે ફંડો, મહારથીઓ નવી ખરીદીથી દૂર રહ્યા હતા.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, શુક્રવારે ભારતીય મૂડી બજારમાંથી વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો. જોકે, આરબીઆઈની મુખ્ય પ્રવાહિતા જાહેરાત અને વિદેશી બજારમાં અમેરિકન ચલણની નબળાઈને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો હતો, જયારે અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે તણાવ વધતાં ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

સેક્ટર મુવમેન્ટ… અમેરિકાએ એચ૧બી વીઝા લોટરી સિસ્ટમ બંધ કરવાનો  નિર્ણય લેતાં અને ચીપની ચાઈનાથી આયાત પર આકરાં ટેરિફના નિર્ણયે ફંડો આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નવી ખરીદીથી દૂર નફારૂપી વેચવાલ રહ્યા હતા. ફંડોની હેલ્થકેર, કેપિટલ ગુડઝ-પાવર,  બેંકિંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને વિરામ આપીને આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું હતું.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૫૬ અને વધનારની સંખ્યા ૧૭૪૫ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઓબેરોઈ રીયાલીટી ૦.૬૭%,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૦.૮૫%, સિપ્લા લીમીટેડ ૦.૪૧%,એક્સીસ બેન્ક ૦.૧૯%, અદાણી એન્ટર.૦.૧૦%, લ્યુપીન લીમીટેડ ૦.૦૭%,વધ્યા હતા,જ્યારે સન ફાર્મા ૧.૧૯%, એશિયન પેઈન્ટ ૦.૮૩%, જીન્દાલ સ્ટીલ ૧.૧૨૦ %, એચસીએલ ટેકનોલોજી ૦.૮૮% બજાજ ફીન્સેર્વ ૦.૮૬%,ગ્લેનમાર્ક ફાર્મા ૦.૫૨%, ઈન્ફોસીસ લિ. ૦.૨૪% અને ઓરબિંદો ફાર્મા ૦.૩૧% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો જોવા મળીયો હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા પણ નકારી શકાય નહીં. વૈશ્વિક સ્તરે વ્યાજદર, ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી મૂડી પ્રવાહ જેવા પરિબળો ભારતીય શેરબજાર પર અસર કરી શકે છે. તેમ છતાં, ચીનની વૈશ્વિક અસર ધીમે ધીમે ઘટતી જતાં ભારત માટે વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હબ બનવાની તક વધી રહી છે, જે બજાર માટે હકારાત્મક સંકેત છે. સોનાની તેજી અને ક્રિપ્ટોકરન્સીની હાજરી પણ સૂચવે છે કે રોકાણકારો વૈકલ્પિક એસેટ્સ તરફ ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ઇક્વિટી ખાસ કરીને ફંડામેન્ટલ અને વિકાસલક્ષી કંપનીઓ લાંબા ગાળે મુખ્ય પસંદગી બની રહેશે. કુલ મળીને, સુધારા અને સાવચેતી સાથે ભારતીય શેરબજાર મજબૂત વૃદ્ધિ તરફ આગળ વધે તેવી સંભાવના છે.

બીજી તરફ,ભારતીય શેરબજારની ભાવિ દિશા જોવામાં આવે તો લાંબા ગાળે રૂઝાન સકારાત્મક રહેવાની સંભાવના છે. ભારતની વિશાળ યુવા લોકસંખ્યા, ઝડપી શહેરીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતું રોકાણ અને નીતિગત સુધારા ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આધાર પૂરો પાડે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્રાંતિ ભારતમાં ટેક્નોલોજી, સોફ્ટવેર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં નવી તકો ઊભી કરી શકે છે. જો કે એઆઈ ક્ષેત્રમાં હાલ થોડી અતિઉત્સાહ જેવી સ્થિતિ છે, છતાં જે કંપનીઓ વાસ્તવિક અને વ્યવહારુ એઆઈ સોલ્યુશન્સ પર કામ કરી રહી છે તે લાંબા ગાળે રોકાણકારોને સારું વળતર આપી શકે છે. ચિપ્સ, હાર્ડવેર, પાવર અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓ ભારતીય બજારમાં આગામી વર્ષોમાં મુખ્ય ગતિશીલ પરિબળ બની શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular