HomeBusiness News - Leftરેપિડોનું મોટું પગલું: બેંગલુરુમાં ઓનલી ફૂડ ડિલિવરી હવે તેની મુખ્ય એપમાં સામેલ...!!!

રેપિડોનું મોટું પગલું: બેંગલુરુમાં ઓનલી ફૂડ ડિલિવરી હવે તેની મુખ્ય એપમાં સામેલ…!!!

વર્તમાન કારોબારી સેશનમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં રાઇડ-હેલિંગ સર્વિસ પ્રોવાઇડર રેપિડોએ બેંગલુરુમાં તેના શૂન્ય કમિશન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ, ઓનલીને તેની મુખ્ય એપમાં સામેલ કરી લીધું છે. આ નિર્ણય બાદ હવે રેપિડોના યુઝર્સ તેની એપમાં બાઇક ટેક્સી, ઓટો અને કેબની સુવિધાની સાથે ફૂડ ઓર્ડર કરવાની સુવિધા પણ મેળવી શકશે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલીને રેપિડોના વિશાળ મંથલી એક્ટિવ યુઝર બેઝનો સીધો લાભ આપવાનો છે અને કંપની તેના હાલના રાઇડર્સ નેટવર્કનો ઉપયોગ ફૂડ ડિલિવરી માટે કરી શકશે, જેનાથી કાર્યક્ષમતામાં વધારો થશે.

કંપનીએ આ નવી સેવાના પ્રારંભિક સ્વીકાર માટે યુઝર્સને આકર્ષવા માટે એક ખાસ ઓફર પણ રજૂ કરી છે. પ્રથમ ઓર્ડર પર ગ્રાહકોને ₹ ૧૦૦ સુધીનું ૫૦% ડિસ્કાઉન્ટ મળશે, જે નવા ગ્રાહકોને પ્લેટફોર્મ પર લાવવામાં મદદરૂપ થશે.

કંપની વિશે :
ઓનલી પ્લેટફોર્મ ફૂડ ડિલિવરીના મોડેલમાં પરંપરાગત અભિગમથી અલગ રીતે કામ કરે છે. પરંપરાગત પ્લેટફોર્મ્સથી વિપરીત, ઓનલી રેસ્ટોરન્ટ્સ પાસેથી ઓર્ડર દીઠ કોઈ કમિશન લેતું નથી. તેના બદલે, રેસ્ટોરન્ટ્સને પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટે માત્ર એક નિશ્ચિત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવી પડશે. આ મોડેલ રેસ્ટોરન્ટ્સને તેમની પ્રોડક્ટ્સ પર વધુ નફાકારકતા જાળવી રાખવામાં મદદ કરે છે. આના પરિણામે, ગ્રાહકો પણ કોઈપણ વધારાના પ્લેટફોર્મ માર્કઅપ વગર મેનૂના મૂળ ભાવ પર જ જમવાનું મંગાવી શકશે, જે તેમના માટે વધુ આકર્ષક બનશે.

બજારના મુખ્ય પરિબળો :
ભારતના ઝડપથી વિકસતા ફૂડ ડિલિવરી માર્કેટમાં હાલમાં ઝોમેટો અને સ્વિગી જેવી દિગ્ગજ કંપનીઓનું મજબૂત વર્ચસ્વ જોવા મળે છે. આ ઉપરાંત, સરકાર દ્વારા સમર્થિત ONDC અને મેજિકપિન જેવા નવા પ્લેટફોર્મ્સ પણ ઓછા ખર્ચના મોડેલ સાથે બજારમાં સ્પર્ધા કરી રહ્યા છે. આ સ્પર્ધાત્મક વાતાવરણ વચ્ચે રેપિડોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને બજારહિસ્સો વધારવા માટે ઓનલીને તેની મુખ્ય એપ સાથે જોડ્યું છે. જોકે, ઝોમેટોના CEO દીપિન્દર ગોયલે આ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે અત્યાર સુધી આ નવા પ્લેટફોર્મ્સની અસર બજાર પર મર્યાદિત રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ સમાન રેસ્ટોરન્ટ્સ અને સમાન ડિલિવરી સમય સાથે કામ કરી રહ્યા છે, અને તેમના વર્તમાન રેવન્યુ મોડેલ લાંબા ગાળે ટકાઉ નથી.

ભાવિ દિશા :
રેપિડોનું એક મહત્વપૂર્ણ અવલોકન છે કે ભારતમાં રાઈડ-હેલિંગ યુઝર્સની સંખ્યા ફૂડ ઓર્ડરિંગ યુઝર્સ કરતા લગભગ બમણી છે. આથી, કંપની માટે મોબિલિટી યુઝર્સને ફૂડ ડિલિવરી ગ્રાહકોમાં ફેરવવાની એક મોટી અને અનટેપ્ડ તક રહેલી છે. આગામી દિવસોમાં, આ એકીકરણથી કંપનીના યુઝર બેઝમાં નોંધપાત્ર વધારો થવાની અને ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવવાની શક્યતા નકારી શકાય નહીં. આ વ્યૂહરચના લાંબા ગાળે કંપનીના બિઝનેસમાં ઉછાળો લાવી શકે છે અને સ્પર્ધાત્મક બજારમાં તેને વધુ મજબૂત બનાવી શકે છે.

Spread the love

Most Popular