નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના તાજેતરના ડેટા અનુસાર, જૂન મહિનામાં IIP માં ૭.૩% નો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ મે મહિનાના ૫% ના સ્તર કરતા ઘણી વધારે છે. આ ડેટા સૂચવે છે કે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
જૂન મહિનામાં IIP વૃદ્ધિના મુખ્ય કારણોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૭.૮% નો ઉછાળો અને ઈલેક્ટ્રિસિટી તથા ગેસ સપ્લાય સેક્ટરમાં ૧૦.૬% નો મજબૂત વધારો સામેલ છે. આ ઉપરાંત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ગુડ્સના ઉત્પાદનમાં ૭.૫% નો વધારો જોવા મળ્યો છે, જે રોકાણ પ્રવૃત્તિમાં મજબૂતી દર્શાવે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૨૩ માંથી ૧૯ ગ્રુપમાં પોઝિટિવ ગ્રોથ નોંધાયો છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી મજબૂત પ્રદર્શન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ (૩૪%), મોટર વ્હીકલ ઉત્પાદન (૧૭.૫%) અને ફૂડ પ્રોડક્ટ્સ (૧૦.૮%) માં જોવા મળ્યું છે. આ સિવાય, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૭.૭% નો મજબૂત વધારો થયો છે, જ્યારે માઇનિંગ સેક્ટરમાં ૧% નો મર્યાદિત વધારો નોંધાયો છે.
ભાવિ દિશા :
Q1 માં IIP વૃદ્ધિ ૫.૮% રહી છે, જે Q4 ના ૩.૮% કરતા નોંધપાત્ર રીતે વધુ છે. જોકે, ઇનપુટ કોસ્ટમાં વધારાના કારણે માર્જિનમાં ઘટાડો થવાની શક્યતા છે, જે આગામી દિવસોમાં ઔદ્યોગિક GVA ગ્રોથને મર્યાદિત કરી શકે છે.







