HomeBusiness News - LeftHCLTech ની નવી વ્યૂહરચના: સ્મોલ-બિઝનેસ યુનિટ દ્વારા નવા બજાર પર નજર...!!!

HCLTech ની નવી વ્યૂહરચના: સ્મોલ-બિઝનેસ યુનિટ દ્વારા નવા બજાર પર નજર…!!!

કંપની વિશે :

ભારતની ત્રીજી સૌથી મોટી IT સેવા કંપની HCLTech એ સ્મોલ અને મિડ-સાઇઝ્ડ કંપનીઓને ટાર્ગેટ કરવા માટે Neo.AI નામનું એક નવું યુનિટ બનાવ્યું છે. આ નિર્ણય દ્વારા $૧ બિલિયન થી $૫ બિલિયન વાર્ષિક આવક ધરાવતી મધ્યમ કદની કંપનીઓને લક્ષ્ય બનાવવામાં આવશે. આ વ્યૂહરચના દ્વારા કંપની તેના રેવન્યુના સ્ત્રોતને ડાયવર્સિફાઇ કરીને મોટા Fortune 500 એકાઉન્ટ્સ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. કંપનીએ અત્યાર સુધીમાં આ યુનિટમાં ૯૦ એકાઉન્ટ્સ ટ્રાન્સફર કર્યા છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

આ હલચલથી મિડ-ટિયર IT સેવા કંપનીઓ જેવી કે કોફોર્જ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને એમફાસિસ સામે સ્પર્ધા વધશે. HCLTech તેના AI પ્લેટફોર્મ દ્વારા સોફ્ટવેર ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ અને ડેટા એનાલિટિક્સ જેવી સેવાઓ પૂરી પાડશે. કંપનીનો લક્ષ્ય અંદાજે ૬૦% IT કામ AI એજન્ટ્સ દ્વારા પૂર્ણ કરવાનો છે. આ અભિગમ એક્સેન્ચર જેવી વૈશ્વિક કંપનીઓની વ્યૂહરચના સાથે મળતો આવે છે, જે મધ્યમ બજારમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં આ નવા યુનિટ દ્વારા HCLTech ના રેવન્યુમાં મજબૂત વધારો જોવા મળી શકે છે. કંપનીએ આ યુનિટ માટે અશિષ કુમાર ગુપ્તા ને નિયુક્ત કર્યા છે. કંપની આગામી સમયમાં વધુ ૫૦૦ નાના એકાઉન્ટ્સને ટાર્ગેટ કરવાનું આયોજન છે. જોકે, એક જ પ્લેટફોર્મ પર મલ્ટિપલ ક્લાયન્ટ્સને સેવા આપતી વખતે ડેટા પ્રોટેક્શન એક મહત્વપૂર્ણ પડકાર બની શકે છે, જેના પર કંપનીએ સાવચેતી રાખવી પડશે.

Spread the love

Most Popular