HomeBusiness News - Leftકોલ ઇન્ડિયા દ્વારા FY26 માટે ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત અને રેકોર્ડ ડેટ નક્કી…...!!!

કોલ ઇન્ડિયા દ્વારા FY26 માટે ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત અને રેકોર્ડ ડેટ નક્કી……!!!

કોલ ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ FY26 માટે ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ તેની ૫૨મી AGM માટેની તારીખ અને ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દીધી છે.

કંપની વિશે :

રાજ્યની માલિકીની કોલ માઈનિંગ કંપની કોલ ઇન્ડિયા એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે તેની ૫૨મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા યોજાશે. આ મીટિંગમાં શેરધારકો FY26 ના વર્ષ માટે ₹૫.૨૫ પ્રતિ શેરના ફાઈનલ ડિવિડન્ડને મંજૂરી આપશે. ડિવિડન્ડ મેળવવા માટેની લાયકાત નક્કી કરવા માટે ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

નાણાકીય પરિણામો :

માર્ચ ક્વાર્ટર (Q4 FY26) ના પરિણામોમાં કંપનીએ મજબૂત નાણાકીય પ્રગતિ કરી છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ₹૧૦,૮૩૯ કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ₹૯,૭૫૧ કરોડ સામે ૧૧.૧૫% નો ઉછાળો દર્શાવે છે. કંપનીની કામગીરીમાંથી થતી આવકમાં પણ ૫.૭૫% નો વધારો જોવા મળ્યો છે, જે ₹૪૬,૪૯૦ કરોડ પર પહોંચી છે.

રોકાણ રણનીતિ :

ડિવિડન્ડ મેળવવા માટે શેરધારકોએ ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ડિમેટ અથવા ફિઝિકલ શેરમાં પોઝિશન જાળવી રાખવી પડશે. ડિવિડન્ડ પર TDS લાગુ પડશે, જેની વિગતો કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. રોકાણકારોએ આગામી દિવસોમાં કંપનીના સમાચાર અને ડિવિડન્ડની વિગતો પર નજર રાખવી જોઈએ.

Spread the love

Most Popular